Site icon News Continuous Bureau | Mumbai

WPI Inflation: ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવામાં થયો આટલા ટક્કાનો વધારો, જે જુલાઈ કરતાં પણ વધુ.. જાણો સંપુર્ણ વિગતો વિગતે અહીં..

WPI Inflation: ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવાના દરમાં વધારો જોવા મળ્યો છે અને તે માઈનસમાં રહેવા છતાં, જુલાઈની સરખામણીમાં તેમાં વધારો નોંધાયો છે.

WPI Inflation: Wholesale inflation stood at -0.52 percent in August, higher than July.

WPI Inflation: Wholesale inflation stood at -0.52 percent in August, higher than July.

News Continuous Bureau | Mumbai 

WPI Inflation: ઓગસ્ટ માટે જથ્થાબંધ ફુગાવાના ( Wholesale inflation ) આંકડા આવી ગયા છે અને તેમાં જુલાઈની સરખામણીમાં વધારો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવાનો ( Inflation Rate ) દર -0.52 ટકા હતો જે જુલાઈમાં -1.36 ટકા હતો. જો આ રીતે જોવામાં આવે તો તે માઈનસમાં રહે છે. પરંતુ મહિના દર મહિને તે વધી રહ્યું છે. જથ્થાબંધ ફુગાવાના ઓગસ્ટના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે ફુગાવાનો દર સતત 5 મહિનાથી નેગેટિવ ઝોનમાં છે, તેમ છતાં દર મહિને તે વધી રહ્યો છે, તે શૂન્યથી નીચે છે.

Join Our WhatsApp Channel

 છેલ્લા મહિનામાં ફુગાવાનો દર કેવો હતો?

જુલાઈમાં વાર્ષિક ધોરણે જથ્થાબંધ મોંઘવારી દરમાં 1.36 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અગાઉના મહિનામાં એટલે કે જૂન 2023માં જથ્થાબંધ મોંઘવારી દરમાં 4.12 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો આ રીતે જોવામાં આવે તો તે માઈનસમાં છે પરંતુ પાછલા મહિનાઓની સરખામણીમાં તેમાં વધારો જોવા મળ્યો છે.

આ વખતે ખાદ્યપદાર્થોના ફુગાવાના દરમાં ઘટાડાને કારણે જથ્થાબંધ ફુગાવાના દર પર અસર જોવા મળી છે. ખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થાબંધ મોંઘવારી દર 5.62 ટકા થયો છે, જે અગાઉના જુલાઈ મહિનામાં 7.75 ટકા હતો.

આ સમાચાર પણ વાંચો : Adani Group: અદાણી ગ્રૂપે ગ્રીન હાઇડ્રોજન માટે જાપાનીઝના આ કોર્પોરેટ હાઉસ સાથે કર્યો મોટો સોદો.. જાણો શું છે આ સંપુર્ણ સોદ્દો.. વાંચો વિગતે અહીં..

બળતણ અને વીજળીના જથ્થાબંધ ફુગાવાના દરમાં પણ વધારો થયો છે

ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારી દર હેઠળ ઇંધણ અને વીજળીના ફુગાવાના દરમાં મોટો ફેરફાર થયો છે. ઑગસ્ટમાં ફ્યુઅલ અને પાવર WPI -6.03 ટકા હતો, જ્યારે ગયા મહિને જુલાઈમાં તેમનો જથ્થાબંધ ફુગાવાનો દર -12.79 ટકા હતો. આ રીતે તે પ્રગતિ તરફ આગળ વધતો જણાય છે.

પ્રાથમિક ચીજવસ્તુઓના જથ્થાબંધ ફુગાવાના દરમાં ફેરફાર થયો છે અને તે થોડા મોંઘા થયા છે. ઓગસ્ટમાં પ્રાથમિક લેખોનો ડબલ્યુપીઆઈ આંકડો -6.34 ટકા આવ્યો હતો, જે જુલાઈમાં અગાઉના મહિનામાં -7.57 ટકા હતો.

December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
  Surat Lab Grown Diamond Industry – ડ્રેગને સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને આપ્યો મોટો ઝટકો: રફ હીરાના ભાવમાં 10% નો વધારો, પ્રોડક્શન ખર્ચ વધતા વેપારીઓ મુશ્કેલીમાં
Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Exit mobile version