News Continuous Bureau | Mumbai
અમદાવાદમાં મેટ્રોમાં મુસાફરી કરતા લોકોને હવેથી વહેલા મેટ્રો મળશે. મેટ્રો માટે હવેથી 15 મિનિટ રાહ જોવાની જરુર નહીં રહે, મેટ્રો હવે ફક્ત 12 મિનિટમાં મુસાફરોને મળી રહેશે. પ્લેટફોર્મ પર આવતા મુસાફરોને પિકઅવર્સના સમયમાં 18 મિનિટ અને નોન પિકઅવર્સમાં 15 મિનિટ રાહ જોવી પડતી હતી પરંતુ હવેથી તમને 12 મિનિટમાં જ મેટ્રો મળી રહેશે.
- અમદાવાદમાં પેસેન્જરોને મેટ્રો હવે વહેલી મળશે
- 15 મિનિટના બદલે 12 મિનિટમાં મળશે મેટ્રો
- ટ્રીપની સંખ્યામાં 35 ટકાનો થશે વધારો
- એપીએમસીથી મોટેરા અને થલતેજથી વસ્ત્રાલ સુધી છે રુટ
- પેસેન્જરોને હવે વધુ રાહ જોવાની જરુર નહીં પડે
આ સમાચાર પણ વાંચો:MI vs SRH: સચિન તેંડુલકરના દિકરા અર્જુન તેંડુલકરે iplમાં પ્રથમ વિકેટ લીધી. જુઓ વિડિયો.
અત્યારે અમદાવાદમાં મેટ્રો એપીએમસીથી મોટેરા અને થલતેજથી વસ્ત્રાલ સુધીનો રુટ છે જ્યાં મેટ્રો દોડી રહી છે. ત્યારે પેસેન્જરોને હવે વધુ રાહ જોવાની જરુર તેના કારણે નહીં પડે. કેમ કે, ટ્રીપની સંખ્યામાં 35 ટકાનો થશે વધારો થશે.
મેટ્રોમાં એક પછી એક સવલતો મુસાફરોને મળી રહી છે ત્યારે આ સવલતમાં હવેથી વધારો થઈ રહ્યો છે. અત્યારે મેટ્રો મેચના સમયે વહેલા મળી રહી છે. જે પેસેન્જર્સ રાત્રે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં મેચ જોઈને આવે છે તેમના માટે રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો શરુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.