News Continuous Bureau | Mumbai
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમિગ્રેશન વિભાગે એક યુવકની ધરપકડ કરી હતી. બોપલનો આ યુવક બોગસ ભારતીય પાસપોર્ટ સાથે યુ.કેથી અમદાવાદ આવેલી ફલાઈટમાં આવ્યો હતો. યુવકની પૂછપરછમાં વિભાગને ચોંકાવનારી વિગતો જાણવા મળી. યુવકે પાસપોર્ટ અને પીઆર સુધીના ખર્ચ પેટે રૂ. 30 લાખ ચૂકવ્યા હતા અને ઓગસ્ટ, 2022માં યુકેની એક મહિલાએ યુવકને પોતાનો પુત્ર તરીકે દર્શાવી યુકે લઈ ગઈ હતી.
મહાશિવરાત્રી પર્વ, હિંદુઓનો સૌથી મોટો તહેવાર. જાણો તેના વિશે.
યુવકે પાસપોર્ટ બોગસ હોવાનું કબૂલ્યું
મળતી માહિતી મુજબ, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમિગ્રેશન વિભાગના ઓફિસર રાકેશકુમાર પાંડે ફરજ પર હતા ત્યારે એક યુવક એર ઈન્ડિયાની યુકેથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાંથી ઉતર્યો હતો. ઈમિગ્રેશન ઓફિસરે તપાસ કરતા યુવકના ભારતીય પાસપોર્ટમાં ક્રિશ્ચિયન નામ હતું, જ્યારે તેના જમણા હાથ પર ઓમનું ચિન્હ દોરેલું હતું. આથી શંકા જતા તેના માતા-પિતાનું નામ પૂછતાં યુવકે જવાબ આપ્યો નહોતો. જોકે ત્યાર બાદ યુવકની કડક પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન યુવકે કબૂલ્યું હતં કે, તેનું સાચું નામ તુષાર પટેલ અને તે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહે છે. સાથે યુવકએ એમ પણ કબૂલ્યું કે તેનો પાસપોર્ટ બોગસ છે.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
તુષારની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તેણે જણાવ્યું કે, વર્ષ 2021માં તેણે એક રિટા મેનેજેસ નામની મહિલાએ લંડન લઈ જવાની ખાતરી આપી હતી અને ખોટા દસ્તાવેજોના આધારે બોગસ પાસપોર્ટ બનાવડાવ્યો હતો. ત્યાર બાદ ઓગસ્ટ, 2022માં યુવક યુકે ગયો હતો. આ માટે મહિલાએ યુવક પાસેથી રૂ. 30 લાખ લીધા હતા. જોકે હવે પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Join Our WhatsApp Community