હીરાબેન 100 વર્ષથી વધુ વયના છે અને હજુ પણ ખૂબ જ સક્રિય રહે છે. આ વર્ષે જૂન મહિનામાં તેણે પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો. આ પ્રસંગે પીએમ મોદીએ તેમના પગ ધોઈને આશીર્વાદ લીધા હતા.
હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલ તાજેતરનો અહેવાલ
યુએન મહેતા હોસ્પિટલ મેનેજમેન્ટે તાજેતરનો અહેવાલ જાહેર કરતા જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીને અમદાવાદના યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની તબિયત હાલમાં સ્થિર છે. દરમિયાન નરેન્દ્ર મોદી પણ માતાની ખબર પૂછવા ગુજરાત આવી રહ્યા છે તેઓ થોડી જ વારમાં અમદાવાદ પહોંચશે. પી.એમ મોદીનાં માતા હોસ્પિટલનાં દાખલ હોવાના સમાચાર મળતા જ અમદાવાદના અસારવાનાં ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં છે.
આ સમાચાર પણ વાંચો: હવે મહારાષ્ટ્રમાં સીએમ સામે તપાસ ગોઠવવી થઇ મુશ્કેલ.. ભાજપ-શિવસેનાની ગઠબંધનવાળી સરકારે વિધાનસભામાં પાસ કર્યું લોકાયુક્ત બિલ. જાણો શું છે જોગવાઈઓ…
કોરોના કાળમાં રસી લઈને લોકોમાં એક દાખલો બેસાડ્યો હતો
હિરાબેન મોદીએ કોરોનાના સમયગાળા દરમિયાન રસી લીધી જ્યારે લોકો તેને લેતા ડરે. હીરાબેનનું આ પગલું જોઈને સમાજના અનેક લોકો રસી અપાવવા માટે આગળ આવ્યા હતા. એટલું જ નહીં, તે મતદાન મથકે જઈને ચૂંટણીમાં મતદાન પણ કરે છે.