News Continuous Bureau | Mumbai
ટ્રેન નંબર 09493 અમદાવાદ-ગોરખપુર વન-વે સ્પેશિયલ ટ્રેન
Western Railway : ટ્રેન નંબર 09493 અમદાવાદ-ગોરખપુર સ્પેશિયલ(Special Train) 09 જુલાઈ 2023 (રવિવાર)ના રોજ અમદાવાદથી(Ahmedabad) 09:50 કલાકે ઉપડશે અને બીજા દિવસે (સોમવારે) 17:30 કલાકે ગોરખપુર પહોંચશે. માર્ગમાં આ ટ્રેન સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર-જયપુર, દૌસા, બાંદિકૂઇ, ભરતપુર, અછનેરા, મથુરા, હાથરસ, કાસગંજ, ફરુખાબાદ, કન્નૌજ, કાનપુર અનવરગંજ, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, બારાબંકી, ગોંડા, બસ્તી અને ખલિલાબાદ સ્ટેશનો પર રોકાશે.
ટિકિટ બુકિંગ
ટ્રેન નંબર 09493 નું બુકિંગ 06 જુલાઈ, 2023 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થઇ ગયું છે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Surat : સારો વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ, સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં ખેડૂતોએ વાવણીનો શુભારંભ કર્યો…