News Continuous Bureau | Mumbai
આ રિપોર્ટ વિશે માહિતી આપતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, CAGએ મુંબઈ મહાનગરપાલિકામાં 12 હજાર કરોડના કામનું ઓડિટ કર્યું છે. ફંડનો દુરુપયોગ થયો હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને કોરોના સમયગાળા દરમિયાન કરવામાં આવેલા કામોમાં પારદર્શિતાનો અભાવ જોવા મળ્યો છે. ફડણવીસે ચેતવણી પણ આપી હતી કે આ CAG રિપોર્ટ ટ્રેલર છે, પિક્ચર આવવાનું બાકી છે.
મુંબઈ મહાનગરપાલિકાના 2 વિભાગના 20 કામો ટેન્ડર વિના આપવામાં આવ્યા છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગમાં ટેન્ડર મંગાવ્યા વગર જ ટેન્ડર આપવામાં આવ્યું છે. સંજય ગાંધી નેશનલ પાર્કમાં કામો માટે બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં રોડ અને ટ્રાન્સપોર્ટના 51 કામો સર્વે વગર થયા હોવાનો ઉલ્લેખ કરાયો છે.
આ સમાચાર પણ વાંચો : ટૂંક સમયમાં ખાનગી શાળાની ફી મુદ્દે પેનલ બનશેઃ મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકર
214 કરોડના કામો ટેન્ડર વગર
મુંબઈ મહાનગરપાલિકામાં 214 કરોડના કામો ટેન્ડર વગર થયા છે. કોન્ટ્રાક્ટર અને મહાનગરપાલિકા વચ્ચે 64 કરારો થયા નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાલિકા ઘન કચરા સાથે વ્યવહાર કરવામાં બેદરકારી દાખવી રહી છે.
શહેરની મીઠી નદીના પ્રદુષણના કામો 4ના બદલે એક જ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યા હતા. આવા કુલ 12 હજાર કરોડના કામની તપાસ કરવામાં આવી છે. ફંડનો બેદરકારીપૂર્વક ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું છે.
પાલિકાએ મંજુરી વગર કામો આપ્યા હોવાનું પણ સ્પષ્ટ થયું છે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહાનગરપાલિકાને કોઈપણ કરાર વિના કામો કરવા માટે કાર્યવાહી કરવાનો અધિકાર નથી.