News Continuous Bureau | Mumbai
ફ્લેટ ખરીદનાર લોકોને રાહત આપતા બોમ્બે હાઈકોર્ટે આશરે 1000 ફ્લેટ ધારકોને ઓક્યુપેશન સર્ટિફિકેટ આપવાનો હુકમ કર્યો છે. વાત એમ છે કે વિરાટ સ્થિત એક મોટા પ્રોજેક્ટમાં કુલ 96 બિલ્ડીંગોને ઓક્યુપેશન સર્ટિફિકેટ આપવામાં આવી હતી પરંતુ 27 બિલ્ડિંગોને નકારવામાં આવ્યું હતું.
આ સંદર્ભે પાલિકાની દલીલ હતી કે સર્વેક્ષણ દરમિયાન અમુક ગેરરીતિઓ દેખાય છે. ત્યારે તમામ ફ્લેટ ધારકોએ આ સંદર્ભે બોમ્બે હાઈકોર્ટમાં યાચિકા દાયર કરી હતી. . આશરે બે વર્ષ સુધી લોકોને ઓક્યુપેશન સર્ટિફિકેટ ન આપવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. . બોમ્બે હાઈકોર્ટે જજમેન્ટ આપતા જણાવ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ ડેવલોપર દ્વારા તમામ કાયદાઓનું પાલન કર્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં લોકોને ઓક્યુપેશન સર્ટિફિકેટથી રોકવા યોગ્ય નથી.
બોમ્બે હાઈકોર્ટના આ જજમેન્ટને કારણે આશરે 1000 જેટલા પરિવારોને રાહત મળી છે .
આ સમાચાર પણ વાંચો : આ રાજ્યમાં મુસ્લિમો માટે 4 ટકા અનામત રદ, ચૂંટણી પર નજર રાખી રહી છે ભારતીય જનતા પાર્ટી