News Continuous Bureau | Mumbai
મુંબઈના કાંદિવલી વિસ્તારમાં માનસિક રીતે અસ્થિર વ્યક્તિ બિલ્ડિંગની ચાર ફૂટ ઊંચી સેફ્ટી વોલ પર ચઢી ગયા હોવાની ઘટના બની છે.
પ્રાપ્ત જાણકારી વિગતો અનુસાર કાંદિવલી પૂર્વમાં આવેલ બહુમાળી ઇમારતના 22માં માળની સેફ્ટી વોલ પર 70 વર્ષીય માનસિક રીતે અસ્થિર વ્યક્તિ ચઢી જતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. રહેવાસીઓએ આ ઘટનાની જાણ અગ્નિશામક દળને આપી હતી.
#કાંદિવલીમાં એક 70 વર્ષીય દાદા ચડી ગયા #હાઈરાઈઝ #બિલ્ડિંગની ચાર ફૂટ ઊંચી સેફ્ટી વોલ પર, #અગ્નિશામકો હેમખેમ બચાવ્યા… જુઓ #દિલધડક #રેસ્ક્યુ #વિડીયો #Mumbai #kandivali #highrise #building #rescue #firebrigade #video pic.twitter.com/jAXb7HMX94
— news continuous (@NewsContinuous) March 6, 2023
બનાવની માહિતી મળતાં જ અગ્નિશામક દળના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અગ્નિશામકોએ તેમને સુરક્ષા કવચ, દોરડા અને વિવિધ સાધનોનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે બચાવ્યા. અગ્નિશામક દળના જવાનોના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ બેભાન અવસ્થામાં જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઈમારત 32 માળની હતી.
આ સમાચાર પણ વાંચો : હોળીના દિવસે ઘરમાં આ કીડો જોવા મળે તો સમજવું કે નસીબ બદલાશે, ભાગ્ય ચમકશે
Join Our WhatsApp Community