ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
મુંબઈના લોકો વર્ષોથી રસ્તા અને ટ્રાફિકની સમસ્યાઓથી હેરાન છે. એવામાં આ વિષય પર વૈશ્વિક સ્તરે એક સર્વેક્ષણ થયું છે. એમાં 36 શહેરોનો સમાવેશ હતો. આ સર્વેમાં એવું તારણ નીકળ્યું છે કે મુંબઈમાં વાહન ચલાવવું સહુથી ત્રાસદાયક છે.
મુંબઈ, દિલ્હી, પૅરિસ, ન્યૂ યૉર્ક , પેરુનું લિમા શહેર, ચીનનાં ત્રણ શહેર સહિત વિશ્વનાં અન્ય ૨૮ શહેરોનો સર્વે કરાયો હતો. શહેરનાં કુલ વાહનોની સંખ્યા, ટ્રાફિકની તીવ્રતા, રસ્તાઓની ગુણવત્તા, સાર્વજનિક વાહનવ્યવહારના પર્યાય, દર વર્ષે થતા માર્ગ-અકસ્માતની સંખ્યા જેવા વિષયોને આધારે ૧0 અંકમાંથી માર્ક અપાયા હતા. સહુથી વધુ માર્ક મેળવનાર શહેર વાહનચાલકો માટે વધુ ત્રાસદાયક. એમાં મુંબઈને સહુથી વધુ ૭.૫ ગુણ મળ્યા છે. સહુથી ઓછા ૨.૧ માર્ક મેળવનાર પેરુનું લિમા શહેર છે.
ભાજપના આ નેતાએ મહારાષ્ટ્ર સરકારને ફરી કોલ્હાપુર જવાની ચીમકી આપી; જાણો વિગત
મુંબઈ બાદ પૅરિસ, જકાર્તા, દિલ્હી અને ન્યૂ યૉર્કનો નંબર વાહનવ્યવહાર માટે તણાવપૂર્ણ શહેરોમાં છે.
Join Our WhatsApp Community