તમે જોયું હશે કે શહેરોમાં બનેલા મોટાભાગના ફ્લાયઓવરની નીચે લોકો વાહનો પાર્ક કરતા હોય છે અથવા તો તે જગ્યા તમને કચરાના ઘર જેવું લાગશે. જો કે મુંબઈમાં એક બ્રિજ નીચે આ જગ્યાનો સારો ઉપયોગ કરીને તેને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માં ફેરવી દેવામાં આવ્યું છે. જ્યાં હવે બાળકો ક્રિકેટ અને બાસ્કેટબોલ જેવી રમતો ખૂબ આનંદથી રમી શકે છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઈને બિઝનેસમેન આનંદ મહિન્દ્રા એટલા પ્રભાવિત થઈ ગયા કે તેમણે પોતાના દિલની વાત પણ કરી.
મહિન્દ્રા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર રસપ્રદ વીડિયો અને પ્રેરક વિડીયો અને ફોટોસ પોસ્ટ કરતા રહે છે. મંગળવારે, તેમણે એક વીડિયો શેર કર્યો જે ટેકનોલોજી કન્ટેન્ટ ક્રિએટર ધનંજય દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો મુંબઈમાં શૂટ કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે પુલની નીચેની જગ્યાનો અનોખી રીતે ઉપયોગ કરી શકાય છે. તેમાં એક રમતનું મેદાન બનાવવામાં આવ્યું છે જ્યાં લોકો બાસ્કેટબોલ, ક્રિકેટ જેવી વિવિધ રમતો રમતા જોઈ શકાય છે.
Transformational. Let’s do this. In every city. pic.twitter.com/4GJtKoNpfr
— anand mahindra (@anandmahindra) March 28, 2023
આ સમાચાર પણ વાંચો : ભર ઉનાળે મુંબઈગરા માથે પાણીકાપનું સંકટ. એક મહિના સુધી આખા શહેરમાં રહેશે આટલા ટકા પાણી કપાત.
ધનંજયે વીડિયોમાં આગળ સમજાવ્યું કે કેવી રીતે બ્રિજની નીચેની જગ્યાને યોગ્ય રીતે જાળીથી ઢાંકવામાં આવી છે જેથી બોલ રસ્તા પર ન જાય. જેના કારણે બાળકોનું આ સ્થળે આવવું સલામત બની જાય છે.
આનંદ મહિન્દ્રાએ વિડિયો શેર કર્યો હતો, અને તે રમતના મેદાનથી ખૂબ પ્રભાવિત થયા હતા. એટલું જ નહીં, દેશના મોટાભાગના શહેરોમાં આવી સુવિધા ઉભી થવી જોઈએ તેવો મત પણ તેમણે વ્યક્ત કર્યો છે.
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “Transformational. દરેક શહેરમાં આવું કરીએ.”