News Continuous Bureau | Mumbai
મુંબઈના પ્રખ્યાત બાંદ્રા-વર્લી સી લિંક પર માત્ર ભારે વાહનોને જ જવાની મંજૂરી છે. ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને રાહદારીઓ આ પુલ મુસાફરી પર પ્રતિબંધ છે. બાંદ્રા પોલીસે 20 રાઇડર્સ, જેમણે મધ્યરાત્રીએ સી-લિંક પર બાઈક રેસ કરી હતી. તેમને પકડી પાડ્યા છે. બાંદ્રા પોલીસે માહિતી આપી હતી કે તેમના બાઈક જપ્ત કરવામાં આવી છે અને તે તમામ સામે મોટર વ્હીકલ અને રોડ ટ્રાફિક એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર, બાંદ્રા, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, કાર્ટર રોડ, બેન્ડસ્ટેન્ડના વિસ્તારોમાં મધ્યરાત્રિ પછી બાઇકર્સ સક્રિય થાય છે. આ વિસ્તારમાં બાઇક રેસ પર જુગાર પણ રમાય છે. આ પ્રકારના બનાવો અવારનવાર બનતા હોવાથી પોલીસ દ્વારા આવા વાહન ચાલકોને પકડવા માટે અવારનવાર ખાસ કામગીરી હાથ ધરવામાં આવે છે. ગયા અઠવાડિયે, જ્યારે પોલીસે ઘણા ડ્રાઇવરો સામે કાર્યવાહી કરી ત્યારે પોલીસને માહિતી મળી કે પ્રતિબંધ હોવા છતાં, બાંદ્રા વર્લી સી બ્રિજ પર રેસ લગાવવામાં આવી રહી છે. આ માહિતીના આધારે બાંદ્રા પોલીસે શનિવારે મોડી રાત્રે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.
આ સમાચાર પણ વાંચો: Vivo Pad2 10,000mAh બેટરી, બિલ્ટ-ઇન ટ્રેકપેડ અને સ્ટાઈલસ સપોર્ટ સાથે લોન્ચ થયું. જાણો કિંમત અને પ્રોડક્ટ ના ફીચર્સ અહીં
આ નાકાબંધીમાં 20 બાઇક સવારો અને તેમની પાછળ બેઠેલા સહ-મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં મોટર વ્હીકલ એક્ટ અને આઈપીસી 279, 336 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા તમામ લોકો કુર્લા, ચેમ્બુર, વડાલા, પનવેલ વિસ્તારના છે અને તેઓએ ખાસ રેસ માટે બાઇકમાં ફેરફાર કર્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ટ્રાન્સપોર્ટ વિભાગને પણ ટુ-વ્હીલરમાં થયેલા ચેડા અંગે જાણ કરી છે.