News Continuous Bureau | Mumbai
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ( Mumbai ) ફરી એક દુર્ઘટના ઘટી છે. માયાનગરી મુંબઈના અંધેરીના ( Andheri ) ચકાલા વિસ્તારમાં બેસ્ટ ( BEST bus ) ઉપક્ર્મની એક બસમાં અચાનક આગ ( fire ) ફાટી નિકળી હતી. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ બસમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. ખાસ વાત એ છે કે આ બસમાં 50 થી 60 મુસાફરો હતા. પરંતુ મુસાફરોએ આગ લાગી હોવાની જાણ થતાં જ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જેથી સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. જોકે આ આગમાં બેસ્ટની બસ બળીને ખાખ થઈ ગઈ છે.
#મુંબઈના રસ્તા પર દોડતી #બેસ્ટ ઉપક્ર્મની #બસમાં અચાનક ભભૂકી #આગ, મુસાફરોનો માંડ થયો #બચાવ. જુઓ #વિડીયો#Mumbai #fire #mumbai #andheri #Andheri #BESTBus #Fire #ChakalaJunction #Passengers #Video #newscontinuous pic.twitter.com/gydYOlGPJE
— news continuous (@NewsContinuous) February 11, 2023
પ્રાપ્ત માહિતી અનુસાર, અંધેરી આગરકર ચોકથી સાકીનાકા તરફ જઈ રહેલી બેસ્ટ બસ નંબર 415માં સર મથુરાદાસ માર્ગ પર ચકાલા બેસ્ટ બસ સ્ટોપ પાસે આગ લાગી હતી.આ ઘટના બપોરે 3:15 વાગ્યાની આસપાસ બની હતી…
આ સમાચાર પણ વાંચો :ભારત પરત ફરી રહ્યા છે લાલુ યાદવ, કિડની આપનાર દીકરીએ લખ્યું – પપ્પાનું ધ્યાન રાખજો
આ પહેલા મુંબઈના બાંદ્રા પશ્ચિમમાં એસવી રોડ પર બેસ્ટની બસમાં આગ લાગી હતી. છેલ્લા કેટલાક દિવસોથી બેસ્ટની બસો અચાનક આવી જવાના બનાવો વધી જતા મુસાફરોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
Join Our WhatsApp Community