Site icon News Continuous Bureau | Mumbai

કોના બાપની દીવાળી? મુંબઈમાં થતા રોડ-ઍક્સિડન્ટનો અભ્યાસ કરવા પ્રતિ કિલોમીટરે BMC કરશે આટલા હજાર રૂપિયાનો ખર્ચ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મુંબઈમાં વધતા જતા ટ્રાફિકની સામે રોડ-ઍક્સિડન્ટનું પ્રમાણ દિવસે ને દિવસે જોખમી હદે વધી રહ્યું છે. એથી ઍક્સિડન્ટ થતા રોકવા માટે મુંબઈના રસ્તાઓનું ઑડિટ કરવાનો નિર્ણય મુંબઈ મનપાએ લીધો  છે. એ માટે સલાહકાર નીમવાના છે, જેની મુદત ત્રણ વર્ષની હશે. 

મુંબઈ શહેર, પૂર્વ અને પશ્ચિમ ઉપનગર માટે પ્રતિ કિલોમીટરે 20,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે. રસ્તાના કરવામાં આવતા સેફ્ટી ઑડિટ માટે રોડ સેફ્ટી ઑડિટરની નિમણૂક કરવામાં આવી છે. જોકે પ્રતિ કિલોમીટરે આટલી મોટી રકમ ખર્ચવાના નિર્ણય સામે અત્યારથી વિરોધ ચાલુ થઈ ગયો છે.

તો શું નોકરિયાત વર્ગને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા નહીં મળે? મુંબઈમાં નોકરિયાત વર્ગનું ફક્ત બે ટકા જ રસીકરણ; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે દેશમાં રસ્તાઓ પર થતા અકસ્માતને ઘટાડવા એના પર  ઉપાયયોજના કરવા માટે સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રાધાકૃષ્ણની અધ્યક્ષતામાં રોડ-સેફટી કમિટી બનાવી છે. આ કમિટીએ સાયન્ટિફિકલી રસ્તાના અકસ્માતને ઘટાડવા અને સલાહ આપવા માટે દિલ્હી ઇન્ટિગ્રેટેડ મલ્ટિમૉડલ ટ્રાન્ઝિટ સિસ્ટમ લિમિટેડની નિમણૂક કરી છે. એ અંતર્ગત મુંબઈમાં પણ રસ્તાની સુરક્ષાને લઈને ઑડિટ કરવા માટે ઑડિટર નીમવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ જોકે પાલિકા પાસે રસ્તાનું ઑડિટ કરવા કોઈ ઑડિટર નથી, ત્યારે પાલિકાએ પહેલી વખત આટલી મોટી રકમ ખર્ચીને રોડ-સેફ્ટી ઑડિટર નીમવાની છે. હાલના રસ્તા તથા નવા પ્રસ્તાવિત રસ્તાનું નિરીક્ષણ કરવાની તથા ઍક્સિડન્ટ થતા રોકવા માટે એ સલાહ આપશે.

 Mumbai Air Pollution AQI Rises – મુંબઈની હવા ફરી બની ઝેરી! વાયુ પ્રદૂષણ વધતા સરેરાશ AQI 152 પર પહોંચ્યો; નેવી નગર-કુલાબામાં સૌથી વધુ 266 નોંધાયો
 Koyna Water Project 67 TMC Water – મુંબઈની તરસ છીપાવશે કોયનાનું પાણી: 67 TMC વધારાનું જળ લાવવા ₹40,000 કરોડની યોજના
 BMC CCTV in Sensitive Gardens – ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં? કુર્લા ગાર્ડનની ઘટના બાદ જાગી BMC, હવે મુંબઈના સંવેદનશીલ બગીચાઓમાં લગાવાશે CCTV કેમેરા
Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Exit mobile version