Site icon

કાર્યવાહી.. પાલિકાએ અચાનક જ મલાડની દસ બાર નહીં પણ આટલી બધી દુકાનો પર ફેરવી દીધો હથોડો, વેપારીઓને મોટું નુકસાન. જુઓ વિડીયો

BMC removes 87 structures to make way for Goregaon-Mulund road

કાર્યવાહી.. પાલિકાએ અચાનક જ મલાડની દસ બાર નહીં પણ આટલી બધી દુકાનો પર ફેરવી દીધો હથોડો, વેપારીઓને મોટું નુકસાન. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

મુંબઈના પશ્ચિમ અને પૂર્વ ઉપનગરોને જોડતા નિર્માણાધીન ગોરેગાંવ-મુલુંડ રોડને અવરોધતા 87 જેટલા બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. પી નોર્થ વિભાગ દ્વારા દિંડોશી ખાતે સિવિલ અને સેશન્સ કોર્ટથી ફિલ્મ સિટી માર્ગ જંક્શન સુધી 700 મીટરની ત્રિજ્યામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે આ ઝુંબેશમાં મલાડ- વેસ્ટના ગુજરાતી, કચ્છી, મારવાડી સહિતના વેપારીઓ ટૂંકી મુદતને કારણે દુકાનમાંથી માલ-સામાન કાઢી શક્યા નહોતા. આમ છતાં તોડકામ શરૂ કરી દેવાતાં લાખ્ખો રૂપિયાના માલસામાનને નુકસાન થયું હોવાનું કહેવાય રહ્યું છે. આ ડિમોલિશનના કામ બાદ ગોરેગાંવમુલુંડ લિંક રોડ બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

Join Our WhatsApp Community

12 કિમી લાંબો ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આ અંતરની વચ્ચે, 2.8 કિમીનો રસ્તો P ઉત્તર વિભાગની હદમાં આવે છે. આ રોડ લગભગ 45.70 મીટર પહોળો કરવાની દરખાસ્ત છે. P ઉત્તર વિભાગની હદમાં કુલ 237 બાંધકામો રસ્તાના બાંધકામમાં અવરોધરૂપ હતા.આ બાંધકામોમાંથી 161 બાંધકામો સત્તાવાર બન્યા હતા. તેમાં 154 કમર્શિયલ અને 7 રેસિડેન્શિયલ ઈમારતોનો સમાવેશ થાય છે. લગભગ દોઢ વર્ષ પહેલા 75 બાંધકામ માલિકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. પી નોર્થ વિભાગ દ્વારા આ અરજી માટે સતત ફોલોઅપ કરવામાં આવી રહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :   નિયમોમાં ફેરફારઃ શેરબજારથી લઈને સોનું ખરીદવા સુધી થશે ફેરફાર, 1 એપ્રિલથી તમારા ખિસ્સા પર પડશે બોજ

સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી દીધી

મહત્વનું છે કે હાઈકોર્ટે 14 માર્ચે આ અરજી ફગાવી દીધી હતી. આ પછી વેપારીઓ દ્વારા 28 માર્ચે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, તે પણ ફગાવી દેવાઈ હતી. આ પછી BMCએ બુધવારે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી કરી હતી. આ તમામ બાંધકામોને તોડી પાડવા માટે BMCના 10 એન્જિનિયર, 80 કામદારો, 2 પોકલેન પ્લાન્ટ, 5 જેસીબી પ્લાન્ટ, 2 ડમ્પર વગેરેની મદદથી બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.

મલાડમાં આ માર્ગ પર ટ્રાફિક જામથી રાહત મળશે

બીજી કાર્યવાહીમાં, પી નોર્થ વિભાગે રામચંદ્ર લેન નજીક દારૂવાલા કમ્પાઉન્ડમાં 16 દુકાનોને તોડી પાડી હતી, જેના કારણે મલાડ (વેસ્ટ)માં હંમેશા ભીડભાડવાળા સ્વામી વિવેકાનંદ માર્ગ (એસવી રોડ) પર ટ્રાફિક જામ થાય છે. જેના કારણે વૈકલ્પિક રોડ પહોળો કરવાનો માર્ગ મોકળો થયો છે.

Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Exit mobile version