Site icon News Continuous Bureau | Mumbai

કાંદીવલીમાં ગેરકાયદેસર નર્સિંગ હોમનો રાફડો ફાટ્યો-પાલિકાની કડક કાર્યવાહી-હવે 10થી વધુ બંધ

Health Diagnostics for 50 Rs in Mumbai

મુંબઈવાસીઓ માટે ગજબની યોજના 50 રૂપિયામાં ડાયગ્નોસ્ટિક્સ! BMC ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટોક.

News Continuous Bureau | Mumbai

મુંબઈના પશ્ચિમ પરામાં(Western Suburbs) આવેલા કાંદીવલીમાં(Kandivali) મોટી સંખ્યામાં ગેરકાયદેસર નર્સિંગ હોમ(Illegal nursing home) અને હોસ્પિટલો(Hospitals) ચાલી રહી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. મુંબઈ મહાનગરપાલિકા  (BMC) દ્વારા કાંદિવલીમાં ગેરકાયદેસર નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલો પરની કાર્યવાહીમાં બહાર આવ્યું છે કે 13 માંથી 12 લાયસન્સ(License) વગર ચાલુ હતી. રસપ્રદ વાત એ છે કે, એકમાત્ર રજિસ્ટર્ડ નર્સિંગ હોમનું લાયસન્સ પણ ફાયર સેફ્ટીના ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળતા જવાને કારણે રીન્યુ કરવામાં આવ્યું ન હતું.

Join Our WhatsApp Channel

BMC અધિકારીઓના કહેવા મુજબ  તેમાંથી બે હવે બંધ કરી દેવામાં આવ્યા છે જ્યારે 10 નર્સિંગ હોમ્સ જે હજી પણ ખુલ્લા છે અને ત્યાં તબીબી કર્મચારીઓ(medical personnel) કામ કરે છે, તેની સામે એફઆઈઆર(FIR) નોંધવામાં આવી છે,

આર દક્ષિણ વોર્ડના અધિકારીના કહેવા મુજબ આ નર્સિંગ હોમ મોટે ભાગે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાંથી(slum areas) લગભગ બે વર્ષથી કાર્યરત છે. તેઓ 5-10 પથારી અને 15 સ્ટાફ સભ્યો સાથે ક્લિનિક્સ અથવા ડે કેર સેન્ટરની(Day care center) જેમ કાર્ય કરે છે અને ગરીબ દર્દીઓને પૂરી પાડે છે.

આ સમાચાર પણ વાંચો :  દુકાનદારો પર આ કાર્યવાહી કરો-ફેરિયાઓની મદદ કરવા વાળા પર ભાજપના આ નેતાનું મોટું નિવેદન

સંજય નગર(Sanjay Nagar) ખાતે વાડીલાલ ગોસાલિયા રોડ પર આવેલી એક  હોસ્પિટલ બંધ કરી દીધી છે પરંતુ તે પોલીક્લીનીક(Polyclinic) તરીકે કાર્યરત છે. ઠાકુર કોમ્પ્લેક્સમાં આવેલી એક  હોસ્પિટલે પણ તેના નર્સિંગ હોમની કામગીરી બંધ કરી દીધી છે. હાલમાં, તે  ડે કેર સેન્ટર તરીકે કામ કરે છે અને દર્દીઓને દાખલ કરતું નથી.

BMCએ  અકુર્લી રોડ પરની એક હોસ્પિટલનું લાયસન્સ રીન્યુ કર્યું ન હતું કારણ કે તે ફાયર વિભાગ પાસેથી નો-ઓબ્જેક્શન પ્રમાણપત્ર(No-Objection Certificate) મેળવવામાં નિષ્ફળ રહી હતી.

આર સાઉથ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર સંધ્યા નાંદેડકરના(Sandhya Nandedkar) કહેવા મુજબ કાંદિવલીમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા 10 નર્સિંગ હોમ્સ સામે FIR દાખલ કરી છે. બે હોસ્પિટલો બંધ કરી દીધી છે. લોકોને આ ગેરકાયદે હોસ્પિટલોમાં ન જવાની ચેતવણી આપતા બોર્ડ લગાવ્યા  હતા પરંતુ તેઓએ બોર્ડ હટાવી દીધા હતા.
 

 Mumbai Air Pollution AQI Rises – મુંબઈની હવા ફરી બની ઝેરી! વાયુ પ્રદૂષણ વધતા સરેરાશ AQI 152 પર પહોંચ્યો; નેવી નગર-કુલાબામાં સૌથી વધુ 266 નોંધાયો
 Koyna Water Project 67 TMC Water – મુંબઈની તરસ છીપાવશે કોયનાનું પાણી: 67 TMC વધારાનું જળ લાવવા ₹40,000 કરોડની યોજના
 BMC CCTV in Sensitive Gardens – ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં? કુર્લા ગાર્ડનની ઘટના બાદ જાગી BMC, હવે મુંબઈના સંવેદનશીલ બગીચાઓમાં લગાવાશે CCTV કેમેરા
Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Exit mobile version