Site icon News Continuous Bureau | Mumbai

પ્રોપર્ટી ટેક્સ નહીં ચૂકવતા કાલબાદેવીમાં આવેલી આ બિલ્ડિંગ પર થશે જપ્તીની કાર્યવાહી- આટલા વર્ષનો કર ચૂકવવાનો બાકી- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

દક્ષિણ મુંબઈના(South Mumbai) કાલબાદેવી(Kalbadevi) પરિસરમાં વાઘવાડી કોમ્પલેક્સની(Waghwadi Complex) એક બિલ્ડિંગને મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) જપ્તીની નોટિસ મોકલી છે. ચાર વર્ષથી પ્રોપર્ટી ટેક્સ(Property tax) ચૂકવવામાં આવ્યો નથી. પ્રખ્યાત બિલ્ડર દ્વારા વાઘવાડી સ્થિત આ ચાર બિલ્ડિંગનું સંચાલન કરવામાં આવે છે.

Join Our WhatsApp Channel

પાલિકાએ વાઘવાડીની આ બિલ્ડિંગને બાકી રહેલો પ્રોપર્ટી ટેક્સ અને રિપેર સેસ જે 24,67,850 રૂપિયા થઈ ગયો છે તેની વસૂલી માટે અટેચમેન્ટની નોટિસ મોકલી છે, જે છેલ્લા ચાર વર્ષથી ચૂકવવામાં આવ્યો નથી.

આ બિલ્ડિંગમાં 23 ઓનરશીપ અપાર્ટમેન્ટ(Ownership apartment) અને 62 સંરક્ષિત ભાડુતોના ઘર છે. પાલિકા દ્વારા લીલામીની પ્રક્રિયા અમલમાં મુકવાની સાથે જ 23 એપાર્ટમેન્ટ ઓનર્સની માલિકી ખતમ થઈ જશે અને તેઓ ફક્ત ભાડુત જ રહી જશે.

આ સમાચાર પણ વાંચો : 150 વર્ષથી વધુ જૂના આ બિઝનેસ ગ્રુપનું નેતૃત્વ કરનારા દિગ્ગ્જ ઉદ્યોગપતિનું 93 વર્ષની વયે નિધન- મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

પાલિકાએ એપ્રિલ 2022મા વાઘવાડીની આ બિલ્ડિંગની બાકી રહેલી રકમને લઈને અંતિમ નોટિસ મોકલી હતી. તેથી બિલ્ડિંગના રહેવાસીઓના કમિટીએ બિલ્ડરને  મળીને પાલિકાની બાકી રહેલી રકમ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. તેમ જ ભવિષ્યમાં પણ તેઓ ચૂકવશે એવી તૈયારી રાખી હતી, જોકે બિલ્ડર તરફથી કોઈ જવાબ નહીં આવતા આખરે પાલિકાએ જપ્તીની નોટિસ મોકલી હતી.
 

Maharashtra FDA raids ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં! ઝેપ્ટોના સ્ટોરમાં વંદા અને બિગબાસ્કેટના ગોડાઉનમાં ઉંદર ફરતા મળ્યા, FDAનો મોટો સપાટો
Mahim Jewellers Firing માહિમમાં જ્વેલર્સ પર ફાયરિંગ મામલે રૂ. ૧૦ કરોડની ખંડણીનો ઘટસ્ફોટ; ‘ઝેડપ્લસ સુરક્ષા હોય તો પણ બચશે નહીં’ તેવી આપી હતી ધમકી
Cuffe Parade Police Kidnapping Suspect કફ પરેડ પોલીસની સતર્કતા વર્લ્ડ ટ્રેડ સેન્ટર બહારથી અપહરણ કેસ સંબંધિત શખ્સ ઝડપાયો
Vikhroli Tagore Nagar Fire મુંબઈના વિક્રોલીમાં ભીષણ આગ, ટાગોર નગરની દુકાન બળીને ખાખ, ફાયર બ્રિગેડની ૩ ગાડીઓ ઘટનાસ્થળે..
Exit mobile version