Site icon News Continuous Bureau | Mumbai

કોના બાપની દિવાળી? બોરીવલીનો સો કરોડનો ફ્લાયઓવર હવે 650 કરોડમાં બનશે; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, ૨૮ મે 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

બોરીવલીમાં ફ્લાયઓવર બાંધવા પાછળ મુંબઈ મહાનગરપાલિકા 651 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.  બોરીવલી (પશ્ચિમ)ના આર. એમ. ભટ્ટ રોડ અને એસ. વી. રોડ જંક્શન પર  કલ્પના ચાવલા ચોક પાસે બાંધવામાં આવનારા આ ફ્લાયઓવરને હવે બોરીવલી(પૂર્વ) સુધી લઈ જવામાં આવવાનો છે. એથી આ પુલનો ખર્ચ વધી ગયો છે. એથી અગાઉ 161 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલ બંધાવાનો હતો, પરંતુ હવે પુલ લંબાઈ જવાની સાથે જ  જુદા-જુદા ટૅક્સને પગલે કુલ 651 કરોડ રૂપિયાનો  ખર્ચ થવાનો છે.

કાંદિવલીમાં શરૂ થયો પ્રોજેક્ટ પીપલ; બિલ્ડિંગમાં નીકળી આવેલા પીપળાના વૃક્ષ આપો અને પર્યાવરણ બચાવો!

અહીં ફ્લાયઓવર બાંધવાનો પ્રસ્તાવ 25 સપ્ટેમ્બર, 2018ના પાલિકાની સ્થાયી સમિતિમાં મંજૂર થયો હતો, ત્યારે એની કિંમત 161 કરોડ રૂપિયા હતી. ફ્લાયઓવરનું બાંધકામ 2018માં જ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. જોકે હવે ફ્લાયઓવરને બોરીવલી પૂર્વ સુધી લંબાવવામાં આવવાનો છે, એથી વેસ્ટર્ન એક્સપ્રેસ પર થતા હાઈવેના ટ્રાફિકને દૂર કરવામાં મદદ થઈ શકે. જોકે ફ્લાયઓવરનું કામ ચાલુ થયા બાદ એમાં અનેક પ્રકારના સુધારા થવાની સાથે જ બાંધકામના ખર્ચમાં વધારો થયો છે.

 Mumbai Air Pollution AQI Rises – મુંબઈની હવા ફરી બની ઝેરી! વાયુ પ્રદૂષણ વધતા સરેરાશ AQI 152 પર પહોંચ્યો; નેવી નગર-કુલાબામાં સૌથી વધુ 266 નોંધાયો
 Koyna Water Project 67 TMC Water – મુંબઈની તરસ છીપાવશે કોયનાનું પાણી: 67 TMC વધારાનું જળ લાવવા ₹40,000 કરોડની યોજના
 BMC CCTV in Sensitive Gardens – ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં? કુર્લા ગાર્ડનની ઘટના બાદ જાગી BMC, હવે મુંબઈના સંવેદનશીલ બગીચાઓમાં લગાવાશે CCTV કેમેરા
Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Exit mobile version