Site icon News Continuous Bureau | Mumbai

બોરીવલી રેલવે બુકિંગ ઓફિસમાં પેસી ચૂકયો છે કોરોના, આટલા કર્મચારી પોઝિટિવ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,1 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર.

મુંબઈમાં ફરી એક વખત કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. પ્રતિદિન એકહજારથી દોઢ હજારની આસપાસ નવા કેસ નોંધાઈ રહ્યા છે. તેમાં હવે બોરીવલી રેલવે સ્ટેશન પર ટિકિટ બુકિંગ સ્ટાફનો એક કર્મચારી કોવિડ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રશાસને તુરંત તેની સાથે રહેલા અન્ય કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરી નાખ્યા હતા.

બોરીવલી રેલવે સ્ટેશન પરના બુકિંગ ઓફિસના કર્મચારીની તબિયત સારી ન જણાતા તેનો સ્ટેશન પરિસરમાં જ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને તુરંત સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. તો તેના સંપર્કમાં આવેલા અન્ય કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરી નાખવામા આવ્યા હતા અને તેમના આરટીપીસીઆર કરવામાં આવ્યા હતા. હાલ તેમના રિપોર્ટ ની રાહ જોવાઈ રહી છે.

મુંબઈની તમામ હોટલ, પબ અને બાર માલિકો માટે BMCએ બહાર પાડી નવી માર્ગદર્શિકાઃ આ શરતે વ્યવસાય કરી શકશે. જાણો વિગત

રેલવે પ્રશાસનના કહેવા મુજબ તેમના મોટાભાગના કર્મચારીઓના વેક્સિનેશન થઈ ગયા છે. જેમાં સેન્ટ્રલ રેલવેના એક લાખ કર્મચારીઓમાંથી 85 ટકાએ વૅક્સિનનો  બીજો ડોઝ લઈ લીધો છે. જયારે 99 ટકા કર્મચારીઓનો પહેલો ડોઝ થયો છે. જયારે બંને ડોઝ લેનારા કર્મચારીઓનું પ્રમાણ 89.81 ટકા છે. 

BMC Control Over All Parks Mumbai – મુંબઈના બગીચાઓની સુરક્ષા માટે BMC એક્શનમાં! કુર્લાની ઘટના બાદ પાલિકાનો કડક નિર્ણય, હવે તમામ પાર્કનું સીધું સંચાલન BMC કરશે
Dadar Beach Pigeon Feeding Complaint – દાદર બીચ પર કબૂતરોને ચણ નાખવાની પ્રવૃત્તિથી સ્થાનિકો નારાજ, BMC ને કડક પગલાં લેવા રજૂઆત
  BMC Action Kurla Incident Madrasa Notice – કુર્લાની ઘટનાની ગંભીર નોંધ લેતી BMC: મદરેસાના સંચાલકોને તપાસ માટે નોટિસ જારી કરી, નિયમોના ઉલ્લંઘન મુદ્દે થશે કડક તપાસ
  BMC Fixed Deposits Decline Political Row – BMC ની ફિક્સ્ડ ડિપોઝિટમાં ₹11,817 કરોડનો ઘટાડો? વિપક્ષના આક્ષેપથી મહાયુતિ સામે સવાલ 
Exit mobile version