Site icon News Continuous Bureau | Mumbai

મલાડમાં પ્રખ્યાત મીઠાઈવાળાની દુકાન સહિત છ દુકાનો પર ફરી વળ્યું પાલિકાનું બુલડોઝર… જુઓ વિડિયો, જાણો શું છે સમગ્ર મામલો..

મુંબઈ મહાનગરપાલિકાએ બુધવારે રોડ પહોળા કરવા માટે પશ્ચિમ ઉપનગર મલાડમાં મીઠાઈવાળાની દુકાન સહિત છ દુકાનોના ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું હતું. જે છ દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે તેમાંથી ત્રણ મીઠાઈની દુકાનો હતી.

Bulldozers ran over six different sweet shops including MM Mithaiwala's shop in Malad...

મલાડમાં પ્રખ્યાત મીઠાઈવાળાની દુકાન સહિત છ દુકાનો પર ફરી વળ્યું પાલિકાનું બુલડોઝર… જુઓ વિડિયો, જાણો શું છે સમગ્ર મામલો..

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાએ બુધવારે રોડ પહોળા કરવા માટે પશ્ચિમ ઉપનગર મલાડમાં ( Malad ) મીઠાઈવાળાની ( sweet shops )  દુકાન સહિત છ દુકાનોના ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું હતું. જે છ દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે તેમાંથી ત્રણ મીઠાઈની દુકાનો હતી. જ્યારે અન્ય ત્રણ મોબાઈલ અને યુટિલિટી સ્ટોરની હતી. BMC અધિકારીએ કહ્યું કે આ દરેક દુકાનોએ તેમની દુકાનોથી બે મીટર આગળ અને 30 ફૂટ સુધીની લંબાઇમાં ગેરકાયદે બાંધકામ કર્યું છે.

Join Our WhatsApp Channel

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ પી નોર્થ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરે જણાવ્યું હતું કે આ ગેરકાયદે બાંધકામો રોડ પહોળા કરવાના માર્ગમાં આવી રહ્યા હતા એટલા માટે અહીં કડક કાર્યવાહી કરી છે. તોડફોડ કરવામાં આવેલી તમામ છ દુકાનોએ રસ્તાના મોટા ભાગ પર કબજો જમાવ્યો હતો. તો બીજી તરફ, દુકાન માલિકોનો આરોપ છે કે તેમણે કોઈ ગેરકાયદે બાંધકામ કર્યું નથી અને BMC તેમને જાણી જોઈને પરેશાન કરી રહી છે.

વધુમાં આસિસ્ટન્ટ કમિશનરે જણાવ્યું હતું કે આ અતિક્રમણ સૂચિત રોડ પહોળા કરવાના પ્રોજેક્ટના માર્ગમાં આવે છે જે ઘણા વર્ષોથી પેન્ડિંગ હતું. અમે આ બાબત પર નજર રાખી રહ્યા હતા કારણ કે દુકાનોએ તેમની મિલકતોનું ગેરકાયદે વિસ્તરણ કર્યું હતું જેના કારણે દરરોજ ટ્રાફિક જામ થતો હતો. જોકે હવે ગેરકાયદે બાંધકામ હટાવવાથી રસ્તા પહોળા થયા છે, આનાથી મુસાફરોને રાહત મળશે.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈ મહાનગરપાલિકામાં રાડો… આ જૂથે પક્ષ કાર્યાલય પર કબજો જમાવતા શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને.. જુઓ વિડીયો

મહત્વનું છે કે આ દુકાનો મલાડ પશ્ચિમમાં રેલવે સ્ટેશનને અડીને આવેલા કસ્તુરબા રોડ પર છે. સ્થાનિક લોકોમાં આ રોડને સ્ટેશન રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રેલ્વે સ્ટેશન અને એસ.વી. રોડ વચ્ચે એક કડી છે. બેસ્ટની બસો સાથે ખાનગી વાહનો અને જાહેર વાહનો અહીંથી પસાર થાય છે. આ ખૂબ જ વ્યસ્ત માર્ગ છે. આ રોડ પર મોટા પ્રમાણમાં હોકર્સ તેમજ દુકાનદારો દ્વારા અતિક્રમણ કરવામાં આવ્યું છે. જેના કારણે આખો રસ્તો લગભગ બંધ થઈ ગયો છે. અનેક સામાજિક કાર્યકરો અને સંગઠનોએ આનો વિરોધ પણ કર્યો હતો.

Vasai Virar Chain Snatchers Arrested – વસઈ-વિરારમાં બે ચેઈન સ્નેચરો ઝડપાયા; ૨૫ મિનિટમાં ત્રણ મહિલાના ૪૫ ગ્રામના દાગીના લૂંટાયા હતા
ED Action on Royal Twinkle Star Club -રોયલ ટ્વિંકલ સ્ટાર ક્લબ અને સિટ્રસ ચેક ઈન્સ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી; ૫૫૬.૭૨ કરોડની સ્થાવર મિલકતો લીધી ટાંચમાં
BEST Fleet Expansion – BEST ના કાફલામાં સામેલ થશે 4,096 બસો, પણ ડેપો અને સ્ટાફનું શું? બજેટ પર ઉઠ્યા સવાલ
Mumbai Water Cut BMC – મુંબઈગરાઓ માટે મહત્વના સમાચાર: ૨૬ અને ૨૭ નવેમ્બરે આ ૬ વિસ્તારોમાં રહેશે ૨૪ કલાક પાણી કાપ
Exit mobile version