Railway News : સેન્ટ્રલ રેલ્વે પર કસારાથી મુંબઈ જતો ટ્રાફિક ખોરવાઈ ગયો છે. રેલવે ટ્રેક નીચે પડેલા ખાડાને કારણે રેલવે ટ્રાફિકને અસર થઈ હોવાની માહિતી બહાર આવી રહી છે.
Due to technical problem in track on Up line between Kasara and Umbermali stations from 6.30 am, Up train services are held up. Staff working on repairing and Up services will start ASAP. Kindly bear with us for the inconvenience.
— Central Railway (@Central_Railway) March 9, 2023
કસારા અને ઉમ્બરમાલી વચ્ચે પાટા નીચે ખાડો હતો. જેના કારણે કસારાથી મુંબઈ સીએસએમટી તરફનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
ભીડના સમયમાં રેલ્વે વાહનવ્યવહાર પર અસરને કારણે નોકરી પર જનારાઓની હાલત કફોડી થતી જોવા મળી રહી છે. એકાએક પાટા નીચે ધરતીનો પુરાણ તૂટી જવાથી ટ્રેકની નીચે મોટો ખાડો સર્જાયો હતો. આ ખાડો હંગામી ધોરણે ભરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Health Tips: શું તમને પેટના બળ પર સૂવાની આદત છે? તેનાથી મોટું નુકસાન થઈ શકે છે
જેના કારણે કલ્યાણ, મુંબઈ સીએસએમટી તરફ આવતી લોકલ ટ્રેનોને અસર થઈ હતી. કસારા-CSMT માટેની 6.57 લોકલ રદ કરવામાં આવી હતી. જ્યારે લાંબા અંતરની ટ્રેનોને ઇગતપુરી સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી.
Join Our WhatsApp Community