News Continuous Bureau | Mumbai
મુંબઈગરાઓ માટે લોકલ ટ્રેન એ લાઈફલાઈન બની ગઈ છે અને લાખો પ્રવાસીઓ રોજે લોકલ ટ્રેનનો ઉપયોગ કરે છે. રેલવેનો પ્રવાસ સસ્તું અને મસ્ત છે તેમ છતાં અનેક લોકો ટિકિટ કઢાવતા નથી. આવા ખુદાબક્ષો સામે રેલવે દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. છેલ્લા વર્ષમાં મધ્ય રેલવેમાં 46 લાખ 32 હજાર જેટલા મુસાફરોએ ટિકિટ વિના મુસાફરી કરી છે અને રેલવેએ તેમની પાસેથી 300 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. માત્ર મુંબઈમાં જ 19 લાખ 57 હજાર મુસાફરો પાસેથી 108 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : વાઇલ્ડ લાઇફ સંદર્ભેના સૌથી મોટા સમાચાર : આફ્રિકાથી આવેલી માદા ચિતાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો. જુઓ ક્યુટ બચ્ચા નો વિડીયો અને ફોટો.
જ્યારે ઉપનગરીય રેલ લાઇન પર મુસાફરોની સંખ્યા વધી રહી છે, ત્યારે બીજી બાજુ મફત મુસાફરોની સંખ્યા પણ તે જ દરે વધી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં, મધ્ય રેલવે ટિકિટ પરીક્ષકોએ નાણાકીય વર્ષ 2022-23માં 46 લાખથી વધુ ખુદાબક્ષો સામે દંડનીય કાર્યવાહી કરી છે. જેમાં 20 ટિકિટ નિરીક્ષકોએ વ્યક્તિગત રીતે એક કરોડથી વધુની દંડનીય કાર્યવાહી કરી છે અને ડી. કુમારે 22,847 ખુદાબક્ષો પર કાર્યવાહી કરીને 2 કરોડ 11 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.