News Continuous Bureau | Mumbai
મધ્ય રેલવેએ આવતીકાલે, રવિવારે માટુંગાથી મુલુંડ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ચુનાભટ્ટી/બાંદ્રા વચ્ચે મેગા બ્લોક ની જાહેરાત કરી છે. બ્લોક સમયગાળા દરમિયાન, કેટલીક લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે અને કેટલીક ટ્રેનો મોડી પડશે.
મધ્ય રેલવે (મુખ્ય લાઇન)
રવિવારે સવારે 11.05 થી બપોરે 3.55 વાગ્યા સુધી માટુંગા-મુલુંડ ફાસ્ટ રૂટ પર મેગાબ્લોક રહેશે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી સવારે 10.25 થી બપોરે 3.35 વાગ્યાની વચ્ચે ઉપડતી ફાસ્ટ ટ્રેનોને માટુંગા અને મુલુંડ સ્ટેશનો વચ્ચેના સ્લો રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે અને તેમના સંબંધિત નિર્ધારિત સ્ટોપ પર રોકાશે. થાણેથી આગળ, આ ટ્રેનોને ડાઉન ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે અને નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ મોડી પહોંચશે.
થાણેથી સવારે 10.50 થી બપોરે 3.46 વાગ્યા સુધીની એક્સપ્રેસ સેવાઓને મુલુંડ અને માટુંગા વચ્ચે સ્લો લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે અને તેમના સંબંધિત નિર્ધારિત સ્ટોપ પર ઉભી રહેશે. ત્યાર પછી ફરીથી ફાસ્ટ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે અને નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ મોડી પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : ગજબ કે’વાય.. જે રોડ છેલ્લા 15-20 વર્ષથી બન્યો ન હતો તે એક જ દિવસમાં બની ગયો… જાણો કેવી રીતે થયો આ ચમત્કાર..