News Continuous Bureau | Mumbai
બોરીવલી સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી ઘટી ગયું હતું. તાપમાનમાં ઘટાડો થતાં રવિવારે સવારે પ્રભાતફેરી માટે નીકળેલા મુંબઈકરોને ઠંડીના ચમકારા નો અનુભવ થયો હતો.
જાન્યુઆરીના પહેલા પખવાડિયા દરમિયાન ઉત્તર કોંકણમાં પણ ઠંડી વધી હતી. ગયા અઠવાડિયે, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર રાજ્યમાં ઠંડીનું મોજુ અનુભવ્યું હતું. પરંતુ કોંકણના લોકો શિયાળાનો અનુભવ કરી શક્યા નહતા. મુંબઈ, થાણે, પાલઘર વિસ્તારમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થયો નહતો. પરંતુ સપ્તાહના અંતથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સાંજે ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા હતા. જેના કારણે સવારથી તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો હતો. બે દિવસથી મુંબઈકરોએ મુસાફરી દરમિયાન સ્વેટર અને શાલ પહેરવાનું શરૂ કરી દીધું છે. બપોર બાદ પણ ઠંડીના કારણે ઘણા લોકોએ માથા પર ટોપી પહેરીને પ્રવાસ શરૂ કર્યો હતો. આગામી દિવસો દરમિયાન ઠંડીના કારણે સાંજે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થશે. મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગે પણ મહત્તમ તાપમાન ઘટીને 26 ડિગ્રી સેલ્સિયસ થવાની આગાહી કરી છે. મુંબઈમાં સોમવારે પણ કડકડતી ઠંડીનો અહેસાસ થયો, ત્યાર બાદ લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે બે ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈનો પારો ગગડ્યો, સાથે હવાની ક્વોલિટી પણ ખરાબ થઈ; મુંબઈગરાઓ, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.