નવી મેટ્રો 2A અને 7 ( Mumbai Metro 2A અને 7 ) એ મુંબઈમાં સંપૂર્ણ કામગીરી શરૂ કરી દીધી છે, પરંતુ સ્ટેશનોના નામને લઈને પણ વિવાદો શરૂ થયો છે. મેટ્રો 2A દહિસર-અંધેરી-વેસ્ટ રોડ પરના આનંદ નગરના રહેવાસીઓ એ મેટ્રો રેલ સ્ટેશનની સ્ક્રીન પર દેખાતા ‘અપર દહિસર’ નામને હટાવવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે આનંદ નગર વિસ્તારના મેટ્રો સ્ટેશનને અગાઉ અપર દહિસર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો.
સ્થાનિક સામાજિક કાર્યકર્તા અને ટીચર્સ ડેમોક્રેટિક ફ્રન્ટના ઉપાધ્યક્ષ રાજેશ પંડ્યાએ જણાવ્યું હતું કે માંગણી મુજબ, MMRDA અને દિલ્હી મેટ્રો ઓથોરિટીએ મેટ્રો શરૂ થતાં પહેલાં સ્ટેશનનું નામ બદલીને આનંદ નગર કરવાની સત્તાવાર મંજૂરી આપી હતી. આપેલ નામ સ્ટેશન બોર્ડ અને પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ ગુંદવલીથી અંધેરી-વેસ્ટ સુધી મેટ્રો સેવા શરૂ થઈ તે દિવસે સ્ક્રીન પરથી આનંદ નગર નામ ગાયબ થઈ ગયું. જેને લઈને હવે સ્થાનિક લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે.
આ સમાચાર પણ વાંચો: ગજબ કહેવાય.. આ દેશની સરકાર ત્યાંના મૂળ નિવાસીઓને ચૂકવશે 17 હજાર કરોડનું વળતર, જાણો શું છે સમગ્ર મામલો
આંદોલન ની ચીમકી
ઓથોરિટી દ્વારા નામ મંજૂર થયા બાદ પણ આનંદ નગરના બદલે સ્ક્રીન પર અપર દહિસર નામ દેખાયું ત્યારે રાજેશ પંડ્યા અને કોલોનીના લોકોએ સ્ટેશન મેનેજરને ફરિયાદ કરી હતી. સાથે જ જો સ્ક્રીન પરથી અપર દહિસરનું નામ હટાવવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે.