Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં પુષ્કળ વરસાદ પડ્યો છતાં પાણી પુરવઠો ઓછો કેમ? નગરસેવકોની ફરિયાદ પાલિકાએ અવગણી: જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 3 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

આ વર્ષે મુંબઈમાં સારો વરસાદ પડ્યો છે. શહેરને પાણી પુરૂ પાડતા સરોવરોમાં પૂરતા પ્રમાણમાં પાણી છે. છતાં મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠો ઓછો થતો હોવાની મુંબઈવાસીઓ ફરિયાદ કરી રહ્યા છે. જેની અસર મંગળવારે પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં જોવા મળી હતી. પાલિકા વહીવટીતંત્રના અસંતોષકારક જવાબના કારણે સ્થાયી સમિતિની બેઠક મોકૂફ રાખવામાં આવી હતી.

સ્થાયી સમિતિના સર્વપક્ષીય કોર્પોરેટરોએ દિવાળીના દિવસે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ફરિયાદ કરી હતી કે સંબંધિત અધિકારીઓને સતત ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન નથી આપતું. સ્થાયી સમિતિની બેઠકમાં મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા રવિ રાજાએ આક્રમક વલણ અપનાવી વહીવટીતંત્રને ભીંસમાં લીધું હતું. રવિ રાજાના વોર્ડ નંબર 176માં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની તંગી છે. તેમણે જણાવ્યું હતું કે પાલિકાના અધિકારીઓને ફરિયાદ કરી તો પણ કોઈ ફાયદો થયો નથી. તેમણે એવો આક્ષેપ કર્યો કે નગરપાલિકાની ચૂંટણીના પગલે જાણી જોઈને અછત ઊભી કરી છે. રાજાએ વહીવટીતંત્ર પાસેથી ખુલાસો માગ્યો હતો. જો કે, સંતોષકારક ખુલાસો મળ્યો ન હોવાથી બેઠક સ્થગિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેને ગૃહના નેતા વિશાખા રાઉતે ટેકો આપ્યો હતો.

ધનતેરસના સોના-ચાંદીનું વિક્રમી વેચાણઃ ગ્રાહકોની પસંદગી ચાંદીના સિક્કા, લક્ષ્મી અને ગણપતિની મૂર્તિ; જાણો વિગત.

મ્યુનિસિપાલિટીના F નોર્થ ડિવિઝનમાં કામ કરતા એક કર્મચારીનું મલબાર હિલ ખાતે પોસ્ટિંગ થયું હતું. અન્ય કર્મચારીઓને F નોર્થ ડિવિઝનમાં પરત લાવીને વિભાગમાં પાણી બંધ કરવાનો રવિ રાજાએ આરોપ લગાવ્યો છે. "જો વિપક્ષના નેતાના મતવિસ્તારમાં પાણીની અછત હોય, તો આપણે અન્ય જગ્યાએ પરિસ્થિતિ પર વિચાર કરવો જોઈએ," તેમણે ઉમેર્યું હતું કે તેમની સામે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

અન્ય ભાજપ અને કોંગ્રેસના નગરસેવકોએ પણ આ મુદ્દે ફરિયાદ કરી હતી.

પાણીની કટોકટીનો માર કોર્પોરેટરોને ભોગવવો પડશે. વહીવટીતંત્રે આની ગંભીર નોંધ લેવી જોઈએ તેમ જણાવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યશવંતે સભા સ્થગિત કરવાનો નિર્દેશ કર્યો હતો.

Vasai 11th Floor Lobby Window Fall – વસઈમાં ૧૧મા માળની લોબીની બારીમાંથી પટકાતાં ૬ વર્ષના બાળકનું કરુણ મોત
Nirmalnagar Police Theft Solved – નિર્મલનગર પોલીસની સફળ કામગીરી: ખુલ્લા દરવાજામાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત
Mumbai Lokhandwala Fire AQI – લોખંડવાલા બેક રોડ નજીક આગની ઘટનાઓથી હવાની ગુણવત્તા ખરાબ, સ્થાનિકોએ BMC પાસે કડક કાર્યવાહીની કરી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version