Site icon News Continuous Bureau | Mumbai

ગજબ- મુંબઈના આ વિસ્તારમાં પૈસા નહીં પણ ATM કેશ વાન લઈને ડ્રાઈવર થઈ ગયો ફરાર- પોલીસે કેસ નોંધી- હાથ ધરી તપાસ  

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai) ગોરેગાંવ(goregaon) વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિ ATM મશીનમાંથી પૈસા નહીં પણ પૈસા ભરેલી કેશ વાન(Cash van) લઈને ફરાર થઈ ગયો છે.  

Join Our WhatsApp Channel

 પોલીસના જણાવ્યા અનુસાર, ગોરેગાંવ પશ્ચિમ(Goregoan west)માં પાટકર કોલેજમાં યુનિયન બેંકનું એટીએમ(ATM) છે. બેંક કર્મચારીઓ આ એટીએમમાં ​​લગભગ 1 વાગ્યાની આસપાસ પૈસા ભરવા માટે આવ્યા હતા. કાર એટીએમ પાસે પહોંચતા જ સ્ટાફ નીચે ઉતરીને એટીએમમાં ​​ગયો હતો. આ તક ઝડપી લઈ ડ્રાઇવર કેશ વાન લઈને ફરાર થઈ ગયો. તે સમયે કેશ વાનમાં અંદાજે 3 કરોડ રૂપિયા હતા.

આ સમાચાર પણ વાંચો : તમારા ચટાકેદાર ભોજનમાં રહેલું પનીર બનાવટી તો નથી ને- પુણેથી FDAની કાર્યવાહીમાં આટલા કિલો પનીર જપ્ત- જુઓ વિડિયો નકલી પનીર ફેક્ટરીનો અસલી વિડિયો

ઘટનાની જાણ પોલીસને થતાં જ તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. થોડા સમય પછી, પોલીસને આ વાન પીરામલ નગરમાં મળી. પોલીસે વાન કબજે કરી તપાસ હાથ ધરી છે. આ સમયે વાનમાં કેટલીક રોકડ રકમ ગાયબ હોવાનું ધ્યાને આવ્યું હતું. વાન લઈને ભાગી જનાર ચાલક હાલ ફરાર છે. પોલીસ તેને શોધી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી બે મહિના પહેલા જ કંપનીમાં જોડાયો હતો.

Vasai Virar Chain Snatchers Arrested – વસઈ-વિરારમાં બે ચેઈન સ્નેચરો ઝડપાયા; ૨૫ મિનિટમાં ત્રણ મહિલાના ૪૫ ગ્રામના દાગીના લૂંટાયા હતા
ED Action on Royal Twinkle Star Club -રોયલ ટ્વિંકલ સ્ટાર ક્લબ અને સિટ્રસ ચેક ઈન્સ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી; ૫૫૬.૭૨ કરોડની સ્થાવર મિલકતો લીધી ટાંચમાં
BEST Fleet Expansion – BEST ના કાફલામાં સામેલ થશે 4,096 બસો, પણ ડેપો અને સ્ટાફનું શું? બજેટ પર ઉઠ્યા સવાલ
Mumbai Water Cut BMC – મુંબઈગરાઓ માટે મહત્વના સમાચાર: ૨૬ અને ૨૭ નવેમ્બરે આ ૬ વિસ્તારોમાં રહેશે ૨૪ કલાક પાણી કાપ
Exit mobile version