News Continuous Bureau | Mumbai
17 મી જાન્યુઆરી થી 30 મી મેં દરમિયાન ઈસ્ટન ફ્રી વે ( Eastern Freeway ) રાત્રે 12:00 વાગ્યાથી સવારે 4:00 વાગ્યા દરમિયાન બંધ રહેશે. આ સંદર્ભે ટ્રાફિક પોલીસે એક અખબારી યાદી બહાર પાડી છે. ટ્રાફિક ને અસર ન પહોંચે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ઈસ્ટર્ન ફ્રીવેના વૈકલ્પિક માર્ગોની સૂચિ આ મુજબ છે.
1) ઈસ્ટર્ન ફ્રીવે (સાઉથ બાઉન્ડ) પરના તમામ વાહનો ડાબેથી વળાંક લઈ શકશે
શાંતિ નગર રોડ તરફ ભક્તિ પાર્ક, દયાશંકર ચોકથી એમબીપીટી રોડ ત્યાંથી ડાબી તરફ વળાંક લઈને તેમના નિશ્ચિત સ્થળ પર પહોંચી શકશે.
2) ઇસ્ટર્ન ફ્રીવે (નોર્થ બાઉન્ડ) વાડીબંદર જંક્શન, ઓરેન્જ ગેટ પરના તમામ વાહનો ઇચ્છિત સ્થળ સુધી પહોંચવા માટે એમબીપીટી રોડ પર જમણી બાજુ વળી શકે છે.
આ સમાચાર પણ વાંચો: જેસિન્ડા આર્ડર્નઃ ન્યૂઝીલેન્ડના PM જેસિન્ડા આર્ડર્ને આપ્યું રાજીનામું, ભાવુક ભાષણમાં કહ્યું- આ યોગ્ય સમય છે
Join Our WhatsApp Community