News Continuous Bureau | Mumbai
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ઓથોરિટી એટલે કે એમએમઆરડીએ નવો નિર્ણય લીધો છે. આ નિર્ણય ઈશાન્ય મુંબઈમાં રહેતા લોકો માટે ખૂબ ફાયદાકારકની મળશે. હાલ ઈસ્ટન ફ્રી વે સીએસટી થી પૂર્વે ઉપનગરને જોડે છે. હવે ઈસ્ટન ફ્રી વે પર એલિવેટેડ રોડ બનાવવામાં આવશે. આ રોડ થાણા અને ત્યાંથી આગળ સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે સુધી જશે. ઉલ્લેખનીય છે કે ઈસ્ટન ફ્રી વે ને થાણે સુધી જોડવા વાળો ફ્લાયઓવર લગભગ બનીને તૈયાર છે. આ ફ્લાવર શરૂ થવાને કારણે છેડા નગર જંકશન પાસે ટ્રાફિકજામને છુટકારો મળશે. આ ઉપરાંત માનખુર્દ થી થાણા પહોંચવા માટે પહેલા કરતા ઓછો સમય લાગશે.
કેવી છે આ યોજના ?
એમએમઆરડીએ ના અધિકારીઓના જણાવ્યા અનુસાર કુલ ૧૭ કિલોમીટરનો ફ્રી વે વધુ 14 કિલોમીટર સુધી લંબાવવામાં આવશે. ઘાટકોપર થી આનંદ નગર સુધી 14 કિલોમીટરનો એલિવેટેડ રોડ બનશે. છેડા નગર થી કાંજૂરમાર્ગ, એરોલી, તેમજ મુલુંડથી આ માર્ગ થાણાના આનંદ નગર સુધી પહોંચશે. પ્રસ્તાવિત યોજના માટે લગભગ 3,100 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. તેમજ આનું કાર્ય વર્ષ 2026 સુધીમાં પૂરું થશે. આ માર્ગ પર બંને તરફ ત્રણ ત્રણ લેન હશે તેમ જ તેની ઉપર મુસાફરી કરવા માટે ટોલ ચૂકવવો પડશે.
આ સમાચાર પણ વાંચો: લ્યો કરો વાત, એક તરફ મોદી નો વિરોધ અને બીજી તરફ સામના અખબારમાં આખું ફ્રન્ટ પેજ મોદીના કટ આઉટ થી છવાઈ ગયું. જુઓ ફોટો.