News Continuous Bureau | Mumbai
મુંબઈવાસીઓની લાઈફલાઈન એવી લોકલમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. મુંબઈમાં ચાલતી લોકલમાં આ ભયાનક ઘટના બની છે. લોકલના લગેજ કમ્પાર્ટમેન્ટમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. રેલવેની સેન્ટ્રલ રેલવે લાઇન પર દોડતી લોકલ ટ્રેનમાં આ ઘટના બની છે. રેલવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટનાને કારણે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષાનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે.
ચાલતી લોકલના લગેજ કમ્પાર્ટમેન્ટમાંથી 65 વર્ષીય વ્યક્તિની લાશ મળી આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વૃદ્ધાની હત્યા થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. લોકલમાં હંમેશા મુસાફરો વચ્ચે ઝઘડા અને ઘર્ષણની ઘટનાઓ બનતી રહે છે. જો કે હવે લોકલ કોચમાં થયેલી હત્યાથી મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ખરેખર શું થયું?
રેલવે પોલીસે માહિતી આપી છે કે મધ્ય રેલવે લાઇન પર કલ્યાણથી ટિટવાલા સ્ટેશન વચ્ચે દોડતી લોકલમાં વૃદ્ધનું મોત થયું હતું. કલ્યાણ રેલવે પોલીસે આ કેસમાં એક શકમંદની અટકાયત પણ કરી છે.
આ સમાચાર પણ વાંચો : મનસે નેતા સંદીપ દેશપાંડે પર જીવલેણ હુમલો, હોસ્પિટલમાં કરાયા દાખલ.. જાણો હાલ કેવી છે તેમની સ્થિતિ
65 વર્ષીય વ્યક્તિ આંબિવલીના રહેવાસી છે. તે આંબિવલીથી લોકલ પકડીને કોઈ કામ માટે કલ્યાણ આવ્યા હતા. કામ પતાવીને તેઓ ફરી ઘરે આંબિવલી જવા રવાના થયા. ઘરે જવા માટે તેમણે કલ્યાણ રેલવે સ્ટેશનથી ટિટવાલા જવા માટે લોકલ લીધી. તેઓ સામાનના ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હતા. જોકે, પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે લોકલમાં ચડતી વખતે કે બેસતી વખતે કોઈ વિવાદને કારણે તેમને માર મારવામાં આવ્યો હતો અને તેમનું મૃત્યુ થયું હોઈ શકે છે. કલ્યાણ રેલ્વે પોલીસને આ ઘટનાની માહિતી મળતા જ તેમણે દેશમુખના મૃતદેહનો કબજો લીધો હતો. દેશમુખના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મ્યુનિસિપલ રુક્મિણીબાઈ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. હવે આ હત્યાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ બહાર આવશે..
Join Our WhatsApp Community