News Continuous Bureau | Mumbai
ઘાટકોપર ( ghatkopar ) પૂર્વના સ્ટેશન વિસ્તારમાં આવેલી પારેખ હોસ્પિટલની ( parekh hospital ) બિલ્ડીંગમાં ભીષણ આગ ( Fire Breaks Out ) લાગી છે. ભીષણ આગને કારણે કેટલાય કિલોમીટર દુર ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અગ્નિ જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. જો કે આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.
Mumbai: Fire broke out at hospital in #Ghatkopar, fire tender at the spot.#Mumbai #Maharashtra #Fire pic.twitter.com/HT5WzreWDI
— Chaudhary Parvez (@ChaudharyParvez) December 17, 2022
પ્રાપ્ત માહિતી અનુસાર, આગ હોસ્પિટલના પહેલા અને બીજા માળે લાગી છે. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. હોસ્પિટલ બિલ્ડીંગમાં ફસાયેલા નાગરિકો અને દર્દીઓને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલ વિસ્તાર હોવાથી અહીં ભારે ભીડ રહે છે.
#ઘાટકોપરમાં #પારેખહોસ્પિટલમાં ફાટી નીકળી ભીષણ #આગ, લોકોમાં અફરાતફરી. જુઓ વિડીયો.. #Ghatkopar #ParekhHospital #massivefire #MumbaiFire #buildinginFire #newscontinuous pic.twitter.com/MiiQehVhfB
— news continuous (@NewsContinuous) December 17, 2022
આ સમાચાર પણ વાંચો: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ; વાહનોની લાગી લાંબી કતારો.. જુઓ વિડીયો
Join Our WhatsApp Community