મુંબઈ ના સાકીનાકા વિસ્તારમાં આજે વહેલી સવારે ઈલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેરની દુકાનમાં આગ ફાટી નીકળી હતી. આ આગની ઘટનામાં દુકાન બળીને ખાખ થઈ ગઈ છે. સાકીનાકા વિસ્તારમાં મેટ્રો સ્ટેશન પાસે એક દુકાનમાં આગ લાગી હતી. આગના સમાચાર મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેઓએ આગ બુઝાવી હતી પરંતુ થોડા સમય બાદ ફરી આગ ભભૂકી ઉઠી હતી. જેમાં એકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન કેટલાક સ્થાનિક લોકોએ ટ્વિટર પર આ ઘટનાનો વીડિયો પોસ્ટ કર્યો છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
#BREAKING
Fire breaks out in shop near Sakinaka Metro station, one dead
A person identified as Rakesh Gupta (22) was rushed to the hospital & was declared brought dead by the Rajawadi hospital's medical officer.#Sakinaka #MetroStation #Mumbai #India https://t.co/J6yMKSG2O3 pic.twitter.com/QgZN6yCjX7— 🌎 Sarwar 🌐 (@ferozwala) March 27, 2023
મળતી માહિતી મુજબ સાકીનાકા વિસ્તારની એક દુકાનમાં સવારે 3 વાગ્યાની વચ્ચે આગ લાગી હતી. જે બાદ ફાયરની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તેઓએ અડધા કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કાબુમાં હોય તેમ જણાતા જ સવારે 5 વાગે ફરી આગ ભભૂકી ઉઠી હતી. જે બાદ ફરી એકવાર ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની 8 થી 10 ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી છે અને આ સ્થળે ફાયર કૂલિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : ISROએ ઈતિહાસ રચ્યો, 36 ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કર્યા. જુઓ વિડિયો