News Continuous Bureau | Mumbai
મુંબઈમાં કોસ્ટલ રોડ પ્રોજેક્ટના ( Coastal Road blueprint ) પિલર વચ્ચેના અંતરને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને વરલી ( Worli ) કોલીવાડાના માછીમારો ( Fishing community ) વચ્ચેનો વિવાદ આખરે ઉકેલાઈ ગયો છે. ફિશિંગ બોટના અકસ્માતોને ટાળવા માટે, મુંબઈ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશને કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં વરલી ખાતે દરિયામાં ત્રણ પિલર 7 થી 9 વચ્ચેના પિલર નંબર 8ને હટાવવાનો અને બે પિલર વચ્ચેનું અંતર 120 મીટર રાખવાનો નિર્ણય લીધો છે.
BMC અને માછીમારો વચ્ચે ઘણીવાર તકરાર થાય છે
મુંબઈમાં ટ્રાફિકજામ રોકવા માટે મહત્ત્વપૂર્ણ એવા કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં વરલી ખાતે દરિયામાં બે પિલર વચ્ચેનું અંતર 60 મીટર રાખવામાં આવ્યું હતું. દરરોજ, સેંકડો માછીમારી બોટ વરલી-કોલીવાડા ખાતે ક્લીવલેન્ડ જેટીથી દરિયામાં જાય છે. પિલર વચ્ચેનું ઓછું અંતર આ બોટોને અકસ્માત સર્જશે તેવી ભીતિથી માછીમારોએ અંતર 200 મીટર રાખવાની માંગ કરી હતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશને તેનો અસ્વીકાર કર્યો હોવાથી છેલ્લા બે વર્ષમાં BMC અને માછીમારો વચ્ચે ઘણી વખત ઘર્ષણ થયું હતું. જેના કારણે થોડા મહિનાઓથી દરિયા કિનારે લાઇનનું કામ બંધ થઇ ગયું હતું.’
આ સમાચાર પણ વાંચો: રેલવે મુસાફરો તૈયાર રહેજો, આગામી દિવસોમાં થઇ શકે છે ટ્રેન ટિકિટના ભાડામાં વધારો.. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યા આ સંકેત.
આ અભ્યાસ માટે નિષ્ણાતોએ મ્યુનિસિપલ કોર્પોરેશનને બે પિલર વચ્ચેનું અંતર 160 મીટર કરવાની ભલામણ કરી હતી. છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી ચર્ચાઓ અને બેઠકો બાદ આખરે મહાપાલિકાએ આ અંતર 120 મીટર રાખવાનો નિર્ણય કર્યો છે અને માછીમાર સંગઠનોને પત્ર દ્વારા જાણ કરી છે.
11માંથી 5 પિલરનું બાંધકામ પૂર્ણ
કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં કુલ 11 પિલર બનાવવામાં આવશે અને 5 પિલરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. તો 7 થી શરૂ થતા પિલર ના કામોમાં 7 થી 9 બે પિલર વચ્ચેનું અંતર આઠ નંબરના પિલરને હટાવીને 120 મીટર કરવામાં આવશે.
Join Our WhatsApp Community