ઉદ્ધવ ઠાકરે માટે વરલી વિધાનસભાની સીટ ઘણી મહત્વપૂર્ણ છે. આનું કારણ એવું છે કે અહીંથી તેમના સુપુત્ર આદિત્ય ઠાકરે વિધાનસભા સુધી પહોંચ્યા. થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અહીં રેલી કરી હતી. હવે વરલીના ભૂતપૂર્વ કોર્પોરેટર દત્તા નરવણેકરએ ઉદ્ધવ ઠાકરેની શિવસેના નો સાથ છોડી દીધો છે અને મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેના માં જોડાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે ગત ત્રણ દિવસમાં ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેનાના ત્રણ મોટા નેતાઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના બહારના વિસ્તારોમાં ખેડૂતોની લોંગ માર્ચ અટકી, સરકાર તમામ માંગણીઓ સ્વીકારે ત્યાં સુધી રાહ જોવા તૈયાર.