News Continuous Bureau | Mumbai
પાલઘર ( palghar ) રેલવે સ્ટેશન પાસે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ. અહીં બે ડોક્ટર અને બે નન ( Railway lift ) રેલ્વેની લિફ્ટ માં ( Four Passengers ) આશરે બે કલાક સુધી અટકેલી રહી. વાત એમ છે કે આ ચારેય મહિલાઓ પાલઘરની નિવાસી છે અને તેઓ રેલ્વે સ્ટેશન પર ઉતાર્યા બાદ પોતાના ગંતવ્ય સ્થાન પર જવા માટે રેલવેની લિફ્ટ માં પ્રવેશ્યા હતા. જોકે આ લિફ્ટ અડધા રસ્તે અટકી ગઈ હતી.
ત્યારબાદ તેમણે સ્વ બચાવ માટે અનેક પ્રયત્ન કર્યા પરંતુ તેઓ અસફળ રહ્યા. દરમિયાન લિફ્ટ ની અંદર હેલ્પલાઇન નંબર ઉપલબ્ધ ન હોવાને કારણે તેઓ કોઈને ફોન કરી શક્યા નહોતા. આખરે મોબાઇલના માધ્યમથી તેઓએ બહારના લોકોનો સંપર્ક સાધ્યો અને ત્યારબાદ રેલ્વે તરફથી મદદ કરનાર કર્મચારીઓ આવી પહોંચ્યા.
લિફ્ટ મેન આવ્યા બાદ આશરે બે કલાક પછી આ મહિલાઓ લિફ્ટ માંથી બહાર આવી શકી હતી.
આ સમાચાર પણ વાંચો: Gold Investment: 90 ટકા ભારતીયોએ ETF સોના તરફ પીઠ ફેરવી.
આવી ઘટનાઓ પહેલા ક્યારે બની છે?
ઉલ્લેખનીય છે કે ગત મહિને બાંદ્રા રેલ્વે સ્ટેશન પાસે અનેક લોકો રેલવેની લિફ્ટ માં ફસાઈ ગયા હતા. જોકે તાત્કાલિક મદદ મળી જતા તેઓનો છુટકારો થયો હતો. હવે સવાલ એ ઉભો થાય છે કે રેલવેની લિફ્ટ કેટલી ભરોસા લાયક છે.
Join Our WhatsApp Community