Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ –પુણે હાઈવે એક્સપ્રેસ પર વિચિત્ર એક્સિડન્ટ, ટેન્કર પલટી ખાતા 3નાં ઘટના સ્થળે મોત; જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (Mumbai-Pune expressway)પર થયેલા વિચિત્ર એક્સિડન્ટ(Road accident)ને કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ખંડાલા ઘાટ(Khandala Ghat)માં ખોપોલી એક્ઝિટ પાસે ઢાળવાળા ઢોળાવ પર અકસ્માત થયો છે, જેમાં પ્રોપલીન ગેસ ટેન્કરના(Propylene gas tanker) ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ટેન્કર આગળ દોડી રહેલી બે કાર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ઘટના સ્થળે બે કારમાં પ્રવાસ કરી રહેલા ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  પૂર્વ-પશ્ચિમ ને જોડનારો આ મહત્વનો રસ્તો ટ્રાફિક માટે 12 દિવસ રહેશે બંધ.. જાણો વિગતે.

સ્ટેટ ટ્રાફિક હાઈવે પોલીસના(Traffic police) જણાવ્યા મુજબ અને મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર થયેલા વિચિત્ર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને અન્ય ત્રણથી ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત સોમવારે સવારે 11.30 વાગ્યે થયો હતો. અકસ્માતને પગલે બંને તરફનો વાહન વ્યવહાર થોડો સમય ખોરવાયો ગઈ હતો.

પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતની માહિતી મળતાં જ બોરઘાટ દસ્તુર હાઈવે પોલીસ(Highway police) ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘટનાની તપાસ કરી રહ્યા છે. એન્જલ ઈમરજન્સી સ્ક્વોડ, આઈઆરબીના(IRB) જવાનો અને ખોપોલી પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે એન્જલ ઈમરજન્સી સ્ક્વોડ(Police Angel Emergency Squad) અને આઈઆરબીના જવાનોની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
 

 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Mahim Causeway Bridge – ૬ વર્ષના લાંબા વિલંબ બાદ માહિમ કોઝવે બ્રિજનું કામ ફરી શરૂ, BMCએ ૧૦ અવરોધક બાંધકામો હટાવ્યા
FDA Action NSCI Worli – VIP ક્લબમાં હાઈજીનના ધજાગરા! વરલીની NSCI ક્લબનું ફૂડ લાયસન્સ FDA એ કર્યું સસ્પેન્ડ
Vasai Virar Chain Snatchers Arrested – વસઈ-વિરારમાં બે ચેઈન સ્નેચરો ઝડપાયા; ૨૫ મિનિટમાં ત્રણ મહિલાના ૪૫ ગ્રામના દાગીના લૂંટાયા હતા
Exit mobile version