News Continuous Bureau | Mumbai
બેસ્ટ પ્રશાસને ગિરદીના સમયે બેસ્ટની બસમાં થતી ગિરદી, સમયસર ન મળતી બસ વગેરે બાબત ધ્યાનમાં રાખીને બેસ્ટ ઉપક્રમે થાણે – મુંબઈ એરપોર્ટ માટે મોબાઈલ એપ આધારિત સીટ રિઝર્વેશનની સુવિધાવાળી વીજ પર ચાલતી એસી પ્રીમિયમ બસ સેવા શરૂ કરી છે.
બેસ્ટ ઉપક્રમે માહિતી આપી હતી કે મોબાઇલ એપ-આધારિત સીટ રિઝર્વેશન સાથે BESTની પ્રીમિયમ બસ સેવા મુંબઈ એરપોર્ટથી થાણે કેડબરી જંકશન સુધી ચલાવવામાં આવશે. આ સેવા 3 માર્ચથી મુસાફરો માટે ઉપલબ્ધ થશે.
-થાણે કેડબરી જંકશનથી મુંબઈ એરપોર્ટનું સર્વિસ ભાડું રૂ.200 હશે.
– બસ આ રસ્તે દોડશે…
માતા રમાબાઈ આંબેડકર ચોક કે મરોલ નાકા, ડો. દત્તા સામંત ચોક, ચાંદીવલી જંકશન, તુંગા ગામ, ડૉ. આંબેડકર ઉદ્યાન પવઈ, પંચકુટીર, આઈઆઈટી માર્કેટ, ટાગોર નગર જંકશન, કાંજુરમાર્ગ ગામ, ભાંડુપ ગામ, ભાંડુપ પમ્પિંગ સેન્ટર, મીઠાગર, મેરેથોન ચોક ટીન હાટ નાકા, લેવિસવાડી, કેડબરી જંકશન થાણે
પીક અવર્સ દરમિયાન બેસ્ટની બસોમાં થતી ગિરદી, સમયસર બસ ઉપલબ્ધ નહીં થવી જેવી સમસ્યાને ધ્યાનમાં રાખીને 12 ડિસેમ્બરથી થાણેથી બાંદ્રા કુર્લા સંકુલ અને બાંદ્રા કુર્લા સંકુલથી બાંદ્રા સ્ટેશન વચ્ચે મોબાઇલ એપ્લિકેશન-આધારિત આરક્ષણ એર-કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક પ્રીમિયમ બસ સેવા શરૂ કરી હતી. હાલમાં કુલ 26 પ્રીમિયમ બસો ચલાવવામાં આવી રહી છે. પ્રીમિયમ બસોની સંખ્યામાં વધુ વધારો કરવામાં આવશે.
– થાણેથી ચાલતી પ્રીમિયમ બસો
નંબર – માર્ગ
S-101- થાણે-BKC
S-102- બાંદ્રા સ્ટેશન-BKC
S-104- એરપોર્ટથી કફ પરેડ
S-107- થાણેથી પવઇ
Join Our WhatsApp Community