News Continuous Bureau | Mumbai
મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં ગત 24 માર્ચે 54 વર્ષનો આરોપી ચાકુ લઈને ખૂની ખેલ રમ્યો હતો. અત્યંત ક્રૂરતાથી આરોપીએ તેના બિલ્ડિંગના સિનિયર સિટિઝન દંપતી પર અનેક વખત ચાકુના વાર કરવા ઉપરાંત કિશોરીનો જીવ લેવાની સાથે તેની કિશોરીના મમ્મીનાં આંતરડાં બહાર કાઢી નાખે એવો હુમલો કર્યો હતો. આરોપીની ક્રૂરતા એ દિવસે સૌ કોઈએ તેમની નજરે જોઈ હતી. ત્યાર બાદ પોલીસ તેને પકડીને લઈ ગઈ ત્યારે તે ખૂબ સામાન્ય હતો. જોકે ગુરુવારે તે પોલીસ સામે રડવા લાગ્યો હતો. આ ઉપરાંત પત્ની અને તેનાં બાળકોને મળવા દેવાની પોલીસને સતત વિનંતી કરી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ગુજરાત, બંગાળ બાદ હવે બિહારમાં હંગામો, સાસારામમાં પથ્થરમારો અને આગચંપી, કલમ-144 લાગુ
મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસના જણાવ્યાનુસાર તેમના પાસે આ કેસમાં વીડિયો અને સાક્ષીઓના નિવેદન જેવા તમામ પુરાવા છે. આરોપી પોલીસ-કસ્ટડીમાં લેવામાં આવ્યો ત્યારથી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પહેલા ત્રણ-ચાર દિવસ તો તે જોશમાં જોવા મળ્યો હતો અને જાણે કોઈ ફરક પડ્યો ન હોય એવો તેનો સ્વભાવ લાગતો હતો. જોકે તે છેલ્લા બે દિવસથી ખૂબ જ નર્વસ થઈ ગયો છે. તેને અંદાજ આવી ગયો છે કે તેણે કરેલા કામ બદલ તેને ફાંસી કાં તો જન્મટીપની સજા થશે અને જેલમાં જ તેનું જીવન જવાનું છે. ગઈ કાલે આરોપીની પૂછપરછમાં તે ખૂબ જ રડવા લાગ્યો હતો અને તેને આટલો રડતાં પહેલી વાર જોયો હતો.
આરોપીની રોજ પોલીસ પૂછપરછ કરી રહી છે. તે તપાસ વખતે સતત તેની પત્ની અને બાળકોને મળવા દેવાની વિનંતી કરે છે. પરિવારના લોકોનાં નામ લઈને પણ તે રડ્યો હતો અને ઘરના લોકોનો સપોર્ટ લેવા કહી રહ્યો છે.
