Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં વીજળીના ગડગડાટ સાથે જોરદાર વરસાદ; જાણો વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 જૂન 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈના અનેક વિસ્તારોમાં સવારથી વીજળીના ગડગડાટ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. પશ્ચિમ પરાંઓમાં બોરીવલીથી લઈને કાંદિવલી સહિતના વિસ્તારમાં સવારના 9.30 વાગ્યાથી જ મુશળધાર વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું હતું, તો મુંબઈના અન્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી વાદળો ઘેરાયેલાં જોવા મળ્યાં હતાં. સવારના 10 વાગ્યા બાદ મુંબઈના મોટા ભાગના વિસ્તારમાં પવન ફૂંકાવાની સાથે વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું હતું.

ભારતીય હવામાન ખાતાએ મુંબઈ સહિત કોંકણમાં 10 જૂનથી પાંચ દિવસ અતિવૃષ્ટિની આગાહી કરી છે. એ અગાઉ જોકે વરસાદ પોતાનો પરચો બતાવી રહ્યો હોય એમ સવારથી વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ મુંબઈમાં 25.39 મિલીમીટર, પૂર્વ ઉપનગરમાં 6.57 અને પશ્ચિમ ઉપનગરમાં 13.77 મિલીમીટર વરસાદ નોંધાયો હોવાનું ડિઝાસ્ટર મૅનેજમેન્ટે જણાવ્યું હતું.

હાલ નૈર્ઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રમાં પુણે, અલીબાગથી આગળ વધી રહ્યું છે અને સત્તાવાર રીતે મુંબઈમાં 11 જૂન સુધી ચોમાસું બેસી જવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. હવામાન ખાતાએ મુંબઈ સહિત કોંકણ પરિસરમાં પાંચ દિવસ ભારે અતિવૃષ્ટિની આગાહી કરી છે તેમ જ મુંબઈ, થાણે, પાલઘર માટે 11 જૂનના યેલો એલર્ટ પણ જાહેર કર્યું છે. રાયગઢ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે અહીં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હાલ હવામાન ખાતું ઍક્ટિવિટી પર નજર રાખી રહ્યું છે, એ મુજબ ચેતવણીમાં ફેરફારની શક્યતા હોવાનું હવામાન ખાતાના અધિકારી શુભાંગી ભુતેએ જણાવ્યું હતું.

વાલીઓ અને મહાનગરપાલિકાને ચિંતા હવે નાનાં બાળકોની; ફરી યોજાઈ રહ્યા છે હાઉસિંગ સોસાયટીમાં વેક્સિનેશન કૅમ્પ, જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે અતિવૃષ્ટિ માટે બંગાળના ઉપસાગર અને એના આજુબાજુના વિસ્તાર પર 11 જૂન સુધીમાં તૈયાર થનારા લો પ્રેશરને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.

Bombay HC Dawood Building Masjid Row બોમ્બે હાઈકોર્ટની કડક ટકોર દાઉદના ઘરને મસ્જિદ ગણાવનાર અરજદારોને ફટકાર, ડિમોલિશન પર રોક સાથે નમાજ પર મૂક્યો પ્રતિબંધ
Ajmal Kasab Lawyers Unpaid Fees ૨૬/૧૧ કેસના વકીલોની વ્યથા કસાબ તરફથી હાઈકોર્ટમાં ૯ મહિના દલીલો કરનાર વકીલોને ૧૮ વર્ષ બાદ પણ ન મળી ફી
BMC Ghatkopar Footpath Demolition ઘાટકોપરમાં ગેરકાયદે દબાણો પર BMCનું બુલડોઝર! CGS કોલોની રોડ પર ૫૮ બાંધકામો તોડી પાડી ૪૦૦ મીટર ફૂટપાથ ખુલ્લો કરાયો
26/11 Mumbai Terror Attack 18th Anniversary ૧૮ વર્ષ પછી પણ નથી રૂઝાયા ૨૬/૧૧ના જખ્મો CSMT સ્ટેશન પર લોહીલુહાણ થયેલી તે રાતની કહાની
Exit mobile version