News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં હિન્દુ સંગઠનોએ બળજબરીથી ધર્માંતરણ અને લવ જેહાદ સામે મોરચો ખોલ્યો છે. આ ક્રમમાં, હિન્દુ સંગઠનોનું નેતૃત્વ કરતી સંસ્થા, ‘સકલ હિન્દુ સમાજ’એ મહારાષ્ટ્રમાં રેલીઓનું આયોજન કરી રહી છે. રવિવારે (29 જાન્યુઆરી, 2023) મુંબઈમાં ‘હિન્દુ જન આક્રોશ મોરચા’ બેનર હેઠળ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
હિન્દુવાદી સંગઠનોએ #મુંબઈમાં કાઢ્યો ‘#હિન્દુજનઆક્રોશમોરચો’, ધર્માંતર વિરોધી #કાયદાની માગણી.. જુઓ #વિડીયો #lovejihaad #Mumbai #BJP #Shivsena #Hindujanakroash #Newscontinuous pic.twitter.com/8Py7l55Dkm
— news continuous (@NewsContinuous) January 30, 2023
આ દરમિયાન તેમણે ધર્માંતરણ વિરોધી કાયદા અને ધર્મના નામે જમીન પચાવી પાડનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ કૂચ મધ્ય મુંબઈમાં દાદરના શિવાજી પાર્કથી શરૂ થઈ અને 4 કિમીથી વધુનું અંતર કાપીને પરેલના કામગાર મેદાનમાં સમાપ્ત થઈ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) જેવા જમણેરી સંગઠનોના નેતાઓ અને કાર્યકરોએ રેલીમાં ભાગ લીધો હતો.આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી (BJP) અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના શિવસેના જૂથના ઘણા નેતાઓ અને ધારાસભ્યોએ પણ રેલીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માર્ગ પર સુરક્ષા વ્યવસ્થા કડક જોવા મળી હતી. રેલીના રૂટની બંને તરફ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સમર્થકોની ગુંડાગીરી, તિરંગા સાથે ઉભેલા ભારતીયો પર ખાલિસ્તાન સમર્થકોએ કર્યો હુમલો.. જુઓ વિડીયો
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગયા વર્ષે ડિસેમ્બરમાં ‘લવ જેહાદ’ વિશે કડક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર ‘લવ જેહાદ’ અંગે અન્ય રાજ્યો દ્વારા બનાવેલા કાયદાઓનો અભ્યાસ કરશે અને યોગ્ય નિર્ણય લેશે. તેમણે શ્રદ્ધા વાળકર કેસને લઈને વિધાનસભામાં કહ્યું હતું કે રાજ્યમાં “લવ જેહાદ” ના ઉદાહરણો મોટા પાયા પર જોવા મળી રહ્યા છે.
Join Our WhatsApp Community