Site icon News Continuous Bureau | Mumbai

શોકિંગ! મુંબઈના મેયરની ઓફિસમાંથી મહત્વની ફાઈલ ગાયબ.જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 1 ડિસેમ્બર 2021
બુધવાર.

શિવસેના સંચાલિત મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં અમુક મહત્વની ફાઈલ ગાયબ થઈ ગઈ હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. ભાજપના નેતા મિહિર કોટેચા દ્વારા ટ્વીટર પર તેને લગતી જાહેરાત કર્યા બાદ પ્રશાસન હરકતમાં આવી ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે આ ફાઈલો સીધી મેયર કિશોરી પેડણેકરની ઓફિસમાંથી ગાયબ થઈ ગઈ છે. આ ફાઈલો ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીની દવાઓની ખરીદી  સંબંધિત છે.

Join Our WhatsApp Channel

 

મુંબઈમાં કમોસમી વરસાદ, શિયાળામાં ચોમાસાનો માહોલ સર્જાયો, હવામાન વિભાગે જારી કર્યું આ એલર્ટ

 

ડેન્ગ્યુ અને મેલેરિયાની દવાઓની ખરીદી અંગેની એક મહત્વની ફાઈલ મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસન પાસે આઠ મહિના કરતાં વધુ સમયથી પેન્ડિંગ પડી છે. આ ફાઇલ અંગે છેલ્લા 14 મહિનામાં 18 વખત રિમાઇન્ડર મોકલ્યા હોવાનો દાવો ભાજપે કર્યો છે. જોકે, મુંબઈના મેયર કિશોરી પેડનેકર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. દવાને લગતો પ્રસ્તાવ મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યો હતો. તે સમયે અચાનક  જ રીતે મેયર ઓફિસમાંથી 30 નવેમ્બરે આ ફાઈલ ગાયબ થઈ હોવાનું સામે આવ્યું હતું.

Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Mumbai Underground Road Network 53 હજાર કરોડના ‘પાતાળ લોક’ પ્રોજેક્ટથી બદલાશે મુંબઈની તસવીર, જમીનની નીચે જોડાશે સી લિંક, એરપોર્ટ અને BKC
Exit mobile version