Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં પડ્યો અધધધ વરસાદ; જાણો ત્રણ કલાકમાં કેટલા ઇંચ પડ્યો વરસાદ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 જૂન 2021

Join Our WhatsApp Channel

બુધવાર

હવામાન ખાતાની અતિવૃષ્ટની આગાહી સાચી પાડતો હોય એમ મંગળવાર મધરાતથી મુંબઈમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. એમાં પણ વહેલી સવારના ત્રણ વાગ્યા દરમિયાન મુંબઈમાં ખાસ કરીને ઉપનગરમાં વરસાદનું ભારે જોર રહ્યું હતું. સવારના 8.30 વાગ્યાથી 11.30 વાગ્યા સુધીના ત્રણ કલાકમાં જ સાંતાક્રુઝમાં અધધધ કહેવાય એટલો 102.8 મિલીમીટર જેટલો એટલે કે ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.

ટ્રાફિક પોલીસે જાહેર કરી સૂચિ; આ જગ્યાએ ટ્રાવેલ કરવાનું ટાળજો

ડિઝાસ્ટર મૅનેજમેન્ટના જણાવ્યા મુજબ સવારના 9થી 10 વાગ્યા દરમિયાન વરસાદનું જોર વધુ રહ્યું હતું. આ સમય દરમિયાન રાવલી કૅમ્પમાં 53 મિલીમીટર (મિ.મી.), દાદરમાં 41 મિ.મી.,  ધારાવીમાં 39 મિ.મી., ભાયખલામાં 25 મિ.મી. તથા પરેલમાં 43 મિ.મી. વરસાદ પડ્યો હતો. જ્યારે પૂર્વ ઉપનગરમાં વિક્રોલીમાં 60  મિ.મી., ચેંબુરમાં 38 મિ.મી. અને કુર્લામાં 37 મિ.મી. વરસાદ પડ્યો હતો. પશ્ચિમ પરામાં અંધેરીના મરોલ વિસ્તારમાં  49 મિ.મી., સાંતાક્રુઝમાં 43 અને મલાડના માલવણી વિસ્તારમાં 23 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

 Mumbai Air Pollution AQI Rises – મુંબઈની હવા ફરી બની ઝેરી! વાયુ પ્રદૂષણ વધતા સરેરાશ AQI 152 પર પહોંચ્યો; નેવી નગર-કુલાબામાં સૌથી વધુ 266 નોંધાયો
 Koyna Water Project 67 TMC Water – મુંબઈની તરસ છીપાવશે કોયનાનું પાણી: 67 TMC વધારાનું જળ લાવવા ₹40,000 કરોડની યોજના
 BMC CCTV in Sensitive Gardens – ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં? કુર્લા ગાર્ડનની ઘટના બાદ જાગી BMC, હવે મુંબઈના સંવેદનશીલ બગીચાઓમાં લગાવાશે CCTV કેમેરા
Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Exit mobile version