News Continuous Bureau | Mumbai
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ ( Isha Ambani ) તાજેતરમાં જોડિયા બાળકોને ( newborn twins ) જન્મ આપ્યો હતો. અમેરિકાના લોસ એન્જલસમાં જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ ઈશા અંબાણી પહેલીવાર પોતાના બાળકો સાથે ( Mumbai ) મુંબઈ આવી છે. અંબાણી પરિવાર તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યો હતો. આ પ્રસંગે અંબાણી પરિવાર અને નજીકના સંબંધીઓ પણ રિસેપ્શનમાં હાજર રહ્યા હતા.
#IshaAmbani अपने family के साथ पोहिची worli के घर 💃📷😍 @viralbhayani77 pic.twitter.com/JA0tX7Mm61
— Viral Bhayani (@viralbhayani77) December 24, 2022
અંબાણી પરિવારે ઈશા અને તેના બે બાળકોના સ્વાગત માટે ઝીણવટભરી તૈયારીઓ કરી છે. આ બધા સાથે જ 8 ટ્રેન કરેલ નૈની યૂએસએથી મુંબઇ લાવવામાં આવી છે. આ બધા જ ઇશા અને બાળકો સાથે ભારતમાં જ રહેશે. એટલું જ નહીં ઈશાને મુંબઈ લાવવા માટે નિષ્ણાત ડોક્ટરોની ટીમ લોસ એન્જલસ ગઈ હતી. એવું માનવામાં આવે છે કે ઈશા અંબાણી અને તેના નાના બાળકોના સ્વાગત માટે ઘરમાં કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: ચીનથી જાપાન સુધી… આ દેશોમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત, જો પોઝિટિવ આવશે તો તરત જ ક્વોરેન્ટાઈન કરવામાં આવશે
આપને જણાવી દઈએ કે ઈશા અંબાણીએ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. તેઓએ 19 નવેમ્બર, 2022 ના રોજ લોસ એન્જલસમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો. તેમાં એક છોકરો અને એક છોકરી છે.