News Continuous Bureau | Mumbai
દેશની આર્થિક રાજધાની મુંબઈને સુરક્ષિત માનવામાં આવે છે. તેની તરફેણમાં એવી દલીલ કરવામાં આવે છે કે મુંબઈ શહેરમાં રાત્રે એક વાગ્યે પણ એક મહિલા લોકલ ટ્રેનમાં એકલી મુસાફરી કરી શકે છે કારણ કે તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસકર્મીઓ મહિલા ડબ્બામાં તહેનાત હોય છે. પરંતુ જો મહિલા પોલીસકર્મીઓ છેડતીનો ભોગ બને તો? આવી જ એક ઘટના મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર સામે આવી છે. આ ઘટનામાં રેલવે પ્લેટફોર્મ પર બે મહિલા પોલીસકર્મીઓ બેઠી છે અને તેમની સામેથી પસાર થતી લોકલમાંથી એક યુવક તેમની છેડતી કરી રહ્યો છે.
#મુંબઈમાં રેલવે સ્ટેશન પર તૈનાત #મહિલા પોલીસકર્મીઓ સાથે થઈ #છેડતી, વિડીયો વાયરલ થતા #જીઆરપી આવ્યું હરકતમાં.. જુઓ #વિડીયો#Mumbai #bandra #police #femalecop #viralvideo #newscontinuous pic.twitter.com/xBjOTWsHJb
— news continuous (@NewsContinuous) April 8, 2023
આ વીડિયોમાં મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશનના વિઝ્યુઅલ્સ છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અહીંથી પસાર થતી લોકલ ટ્રેનના દરવાજે ઉભા રહીને કેટલાક યુવકો પ્લેટફોર્મ પર તહેનાત મહિલા પોલીસકર્મીઓની છેડતી કરી રહ્યા છે અને અશ્લીલ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.
હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપીને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. હવે આ મામલે જીઆરપીએ મહિલા પોલીસકર્મીઓની છેડતી કરનારા અને રીલ બનાવનારા યુવકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમાચાર પણ વાંચો: CAIT: ખાદ્યપદાર્થોના વેપારીઓએ અર્ધવાર્ષિક ‘આ’ લેબોરેટરીમાંથી ટેસ્ટ કરાવવાનો કર્યો સખત વિરોધ.. જાણો શું છે સમગ્ર મામલો..