Site icon News Continuous Bureau | Mumbai

નાસિક બાદ હવે થાણે શહેરના કોવિડ-હોટસ્પોટ વિસ્તારોમાં આ તારીખ સુધી લોકડાઉન લાગુ. જાણો વિગતે 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

09 માર્ચ 2021

દેશમાં ફરીવાર કોરોનાવાયરસ તરખાટ મચાવી રહ્યો છે અને ખાસ કરીને મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાં સૌથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે પરંતુ મહારાષ્ટ્રની હાલત દિન-પ્રતિદીન વધુ ગંભીર બની રહી છે અને થાણેમાં તેમજ રાજ્યના અન્ય શહેરોમાં લોકલ સ્તર પર લોકડાઉન લાદવાની ફરજ પડી છે. 

થાણેમાં 13 માર્ચથી 31 માર્ચ સુધી અલગ અલગ ૧૬ વિસ્તારો માં લોકલ લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ થાણેમાં 16 જેટલા હોટસ્પોટ મળી આવ્યા છે અને દરેક વિસ્તારમાંથી નવા કેસ બહાર આવ્યા છે માટે આ હોટસ્પોટ વિસ્તાર માં લોકડાઉન લગાવવાની ફરજ પડી છે. જે મુજબ આ વિસ્તારો ને સીલ કરવામાં આવ્યા છે અને ત્યાં રહેલી દુકાનો અને બિલ્ડીંગો માં થઈ રહેલી ગતિવીધીઓ રોકવામાં આવી છે. 

હોટસ્પોટ વિસ્તારોની બહારના ભાગોમાં રહેલી તમામ પ્રવૃત્તિઓ મહારાષ્ટ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી 'મિશન અગેન' ઝુંબેશ અંતર્ગત રાબેતા મુજબ ચલાવવા દેવામાં આવશે, પરંતુ હોટસ્પોટ વિસ્તારોની અંદર આજથી 31 માર્ચ સુધી લોકડાઉન અમલમાં રહેશે.

મહારાષ્ટ્ર ના વધુ એક શહેરમાં કોરોના ને કારણે કડક નિર્બંધો લદાયા. શું હવે મુંબઈનો વારો છે? જાણો વિગત

Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Mumbai Underground Road Network 53 હજાર કરોડના ‘પાતાળ લોક’ પ્રોજેક્ટથી બદલાશે મુંબઈની તસવીર, જમીનની નીચે જોડાશે સી લિંક, એરપોર્ટ અને BKC
Exit mobile version