News Continuous Bureau | Mumbai
અઢી વર્ષથી વધુ સમય બાદ બી.જી.ખેર રોડ એક સપ્તાહમાં ફરી ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવશે. 5 ઓગસ્ટ, 2020 ના રોજ મલબાર હિલમાં ભૂસ્ખલન થયા પછી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના અધિકારીઓને આશા છે કે રસ્તો ખુલ્યા ( open ) પછી મલબાર હિલમાં ( Malabar Hill road ) ટ્રાફિકની ભીડ ઓછી થઈ જશે.
એડિશનલ મ્યુનિસિપલ કમિશનર પી વેલરાસુએ જણાવ્યું હતું કે BG ખેર રોડ એક અઠવાડિયામાં ટ્રાફિક માટે ખોલવામાં આવશે. રસ્તાના સમારકામમાં આટલો લાંબો સમય કેમ લાગ્યો તેનું કારણ સમજાવતા, BMC અધિકારીએ જણાવ્યું કે રસ્તાની નીચેની મુખ્ય પાણીની પાઈપલાઈન બદલવામાં આવી હતી, અને સ્ટોર્મ વોટર ડ્રેઇન જેવી અન્ય ઉપયોગિતાઓને પણ બદલવામાં આવી હતી.
“ટેકનિકલ સલાહકાર સમિતિએ બે ચોમાસાની રાહ જોવાનું સૂચન કર્યું હતું. અમે ત્રણ ચોમાસાની રાહ જોઈ. 2020 પછી કોઈ ભૂસ્ખલન ન થયું હોવાથી, અમે આ રોડને ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટમાં રિપેર કરવાનું નક્કી કર્યું,” અધિકારીએ જણાવ્યું હતું. 1 કિમીથી વધુના વિસ્તાર માટે સમારકામનો ખર્ચ આશરે 50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો: શેરબજારના સમાચાર: શેરબજારમાં નફારૂપી વેચવાની નીકળી; સેન્સેક્સ 60 હજાર પોઈન્ટની નીચે ગયો
Join Our WhatsApp Community