News Continuous Bureau | Mumbai
પ્રથમ બોક્સ માટે 42 હજાર
દેવગઢ હાપુસની સીઝન ફેબ્રુઆરી મહિનામાં શરૂ થાય છે. સિઝન શરૂ થવામાં હજુ દોઢથી બે મહિના બાકી છે. કેરીની સિઝનનો લોકો આતુરતાથી રાહ જોય છે. ત્યારે દેવગઢ તાલુકાના કુંકેશ્વર વિસ્તારના ખેડૂત જયેશ કાંબલીએ દેવગઢ હાપુસનું બોક્સ વેચાણ માટે મોકલ્યું છે. કાંબલીના બગીચામાં 400 આંબાના ઝાડ છે. અમુક પસંદગીના વૃક્ષો ઓક્ટોબર મહિનામાં ફળ આપે છે. કેરીના ખેડૂત જયેશ કાંબલીએ જણાવ્યું હતું કે આ ફળોના બોક્સ બજારમાં વેચાણ માટે મોકલવામાં આવ્યા હતા.
રવિવારે માર્કેટયાર્ડમાં વેચાણ માટે મોકલવામાં આવેલ દેવગઢ હાપુસના બોક્સની સૌથી વધુ કિંમત 42,000 મળી હતી. હાલમાં મુંબઈ-પુણે ફ્રૂટ માર્કેટમાં પ્રિ-સિઝન કેરીનું આગમન થઈ ગયું છે.
આ સમાચાર પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને એવો પ્રસાદ મળ્યો, જે અત્યાર સુધી તે બીજાને પકડાવતી હતી. નાગપુરનું પાર્ટી કાર્યાલય શિંદે સેનાએ પચાવી પાડ્યું