મુંબઈમાં શિવસેના (શિંદે જૂથ)ના કાર્યકરોએ ભાજપના કાર્યકરને માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુંબઈના દહિસર ઈસ્ટ વિસ્તારમાં મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં સામેલ બંને પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે લડાઈની આ ઘટના બની હતી. બેનર લગાવવાને લઈને થયેલા વિવાદ બાદ શિવસેનાના શિંદે જૂથ દ્વારા ભાજપના એક કાર્યકરને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. આ મારામારીમાં ભાજપના કાર્યકરને ગંભીર ઈજાઓ પહોંચી છે. બીજેપી કાર્યકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
Shiv Sena (Shinde faction) workers badly thrashed a BJP worker in Mumbai over a dispute over banner placement. Whole incident captured in CCTV. pic.twitter.com/Q4aXZrUDEn
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) March 20, 2023
ગઠબંધન સરકારમાં સામેલ બંને પક્ષોના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે શિવસેનાના શિંદે જૂથના શિવસૈનિકોએ મળીને ભાજપના કાર્યકરને માર મારી રહ્યા છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. શિવસેનાના શિંદે જૂથ અને ભાજપના કાર્યકરો વચ્ચેની આ અથડામણ એવા સમયે સામે આવી છે જ્યારે રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને ગઠબંધન ભાગીદારો વચ્ચે મતભેદ હોવાના અહેવાલો છે.
આ સમાચાર પણ વાંચો : શું તમે કદી ચળકતા ચાંદી જેવા રંગનો ઘોડો જોયો છે. પરીકથાના ઘોડો વાસ્તવમાં છે. જુઓ વિડીયો..