Site icon News Continuous Bureau | Mumbai

મંત્રીમહોદય અસ્લમ શેખે દહિસરમાં ચલાવ્યું બળદગાડું, સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ આપ્યો સણસણતો જવાબ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 3 જૂન 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કૉન્ગ્રેસના ધારાસભ્ય અને પાલકપ્રધાન અસ્લમ શેખે ઉત્તર મુંબઈમાં બળદગાડું ચલાવ્યું હતું. કૉન્ગ્રેસના આ વિરોધ પ્રદર્શન પર ઉત્તર મુંબઈના સાંસાદ ગોપાલ શેટ્ટીએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે તમારું ઉત્તર મુંબઈમાં સ્વાગત છે.

ગોપાલ શેટ્ટીએ અપ્રત્યક્ષ રીતે મહાવિકાસ આઘાડી સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે ઉત્તર મુંબઈમાં આંદોલન કરનારા અને મેટ્રોની ટ્રાયલ લેનારાઓનું સ્વાગત છે. તમારું ઉત્તર મુંબઈ તરફ ધ્યાન છે એ બહુ  મોટી વાત છે.

દહિસરમાં મોટી રામાયણ થઈ : નૅશનલ પાર્કથી ચેકનાકા પહોંચવાનો સમય સાડાત્રણ કલાક, ઘારાસભ્ય બેઠી ધરણા પર; જાણો વિગત

કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો દેશમાં એક સરખો જ જાહેર કરે છે, પરંતુ રાજ્ય સરકાર પોતાની રીતે એના પર ટૅક્સ લાગુ કરે છે. એ મુજબ ભાવ વધઘટ થતા હોય છે. જે ઠેકાણે કૉન્ગ્રેસની સરકાર છે, ત્યાં સૌથી વધુ ટૅક્સ છે એવો દાવો  ગોપાલ શેટ્ટીએ કર્યો હતો. તેમના કહેવા મુજબ મહારાષ્ટ્રમાં 26.9 રૂપિયાનો ટૅક્સ, દિલ્હીમાં 30 રૂપિયાનો ટૅક્સ છે, જ્યારે ઓરિસ્સામાં ફક્ત 20.6 રૂપિયાનો ટૅક્સ છે. એ પ્રમાણે ગુજરાત અને કર્ણાટકમાં પણ ટૅક્સ ઓછો છે. એથી ત્યાં પેટ્રોલ-ડીઝલ સસ્તાં છે. મહારાષ્ટ્ર સરકાર ટૅક્સ ઓછો કરશે તો નાગરિકોને પાંચથી સાત રૂપિયા પેટ્રોલ-ડીઝલ સસ્તાં મળશે એવું પણ ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું.

Vasai 11th Floor Lobby Window Fall – વસઈમાં ૧૧મા માળની લોબીની બારીમાંથી પટકાતાં ૬ વર્ષના બાળકનું કરુણ મોત
Nirmalnagar Police Theft Solved – નિર્મલનગર પોલીસની સફળ કામગીરી: ખુલ્લા દરવાજામાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત
Mumbai Lokhandwala Fire AQI – લોખંડવાલા બેક રોડ નજીક આગની ઘટનાઓથી હવાની ગુણવત્તા ખરાબ, સ્થાનિકોએ BMC પાસે કડક કાર્યવાહીની કરી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version