Site icon News Continuous Bureau | Mumbai

પડતાના માથે પાટુ. હવે BESTની બસો ઓછી થશે, કારણ કે અનેક બસો પાછી ખેંચી લેવાઈ; લોકો સફર કેમ કરશે? જાણો શું છે મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,15  જૂન 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

લૉકડાઉનને પગલે મુંબઈમાં લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકોને પ્રવાસ કરવાની મંજૂરી નહોતી. તેથી BEST દ્વારા વધારાની બસ દોડાવવામાં આવી રહી હતી. જોકે BEST પાસે ઓછી બસ છે. તેથી ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં  લગભગ 1,000 બસ MSRTC  (મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપૉર્ટ  કૉર્પોરેશન) પાસેથી ભાડા પર લીધી હતી. જોકે હવે MSRTCએપોતાની તમામ બસને પાછી બોલાવી લીધી છે. વર્ષની શરૂઆતમાં MSRTCએ 300 બસ પાછી બોલાવી લીધી હતી. હવે બાકી રહેલી બસને પણ પાછી બોલાવી લીધી છે. હજી પણ સામાન્ય લોકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનીમંજૂરી  નથી. એથી તેઓને બેસ્ટની બસમાં પ્રવાસ કરવો પડી રહ્યો છે. એવામાં બસની સંખ્યા ઘટી જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. BESTની સંખ્યા ઓછી થવાથી બસમાં ભીડ થવાની શક્યતા છે.

જે સફાઈ કર્મચારીને શિવસેનાએ કચરાથી નવડાવ્યો હતો તેણે આત્મહત્યાની ધમકી આપી; જાણો આખી વિગત

તેને કારણે કોરોના ફેલાવાનું જોખમ વધી શકે છે, તો બસની ફ્રીક્વન્સી પણ ઘટી જવાને કારણે બે બસ વચ્ચે અંતર વધી જવાથી પણ ભીડ વધવાની શક્યતા છે.

Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Mumbai Underground Road Network 53 હજાર કરોડના ‘પાતાળ લોક’ પ્રોજેક્ટથી બદલાશે મુંબઈની તસવીર, જમીનની નીચે જોડાશે સી લિંક, એરપોર્ટ અને BKC
Exit mobile version