News Continuous Bureau | Mumbai
મુંબઈ (Mumbai) ની સાયન પોલીસે એક નિવૃત્ત સૈન્ય અધિકારીની ફરિયાદના આધારે એવી તપાસ શરૂ કરી છે કે શું મુંબઈના રેસ્ટોરન્ટ (restaurant) માં ચિકન (Chicken) ને બદલે કબુતર (pigeon) પીરસવામાં આવે છે કે કેમ. પોલીસ (Police Complaint) એ વાતની તપાસ પણ કરી રહી છે કે નિવૃત્ત સૈન્ય અધિકારીઓએ કરેલા દાવા સાચા છે કે ખોટા.
ફરિયાદી નિવૃત્ત આર્મી ઓફિસર કેપ્ટને એક ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે તેઓ જ્યાં રહેતા હતા તે છત પર સતત કબૂતરના ફરવા નો અવાજ આવી રહ્યો હતો. અગાસી પર તાળું હતું અને જ્યારે આ તાલુકો લાવવામાં આવ્યું ત્યારે ખબર પડી કે જે રીતે મરઘાને પાળવામાં આવે છે તે રીતે કબૂતરને પાળવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ આ આર્મી ઓફિસર ને શંકા ગઈ કે ક્યાંક આ કબૂતર (pigeon) નો ઉપયોગ રેસ્ટોરન્ટમાં ભોજન તરીકે પીરસવામાં તો નથી થતો ને?
આ સમાચાર પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કેજરીવાલને પડ્યો ફટકો, AAP ઉમેદવારે કરી BJP ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત
પોલીસે તપાસ શરૂ કરી
ફરિયાદી (Complaint) એ જણાવ્યું કે તેમને શંકા છે કે આ કબૂતરો નો ખાવા માટે ઉપયોગ થાય છે. આ સંદર્ભે સૌથી પહેલાં તેમણે લોકલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ આગળ તપાસ ન થવાને કારણે તેમણે મહારાષ્ટ્ર સ્ટેટ પોલીસ કમ્પ્લેઈન્ટ્સ ઓથોરિટી (Maharashtra State Police Complaints Authority) ને ફરિયાદ કરી. હવે આ મામલે પોલીસે એફઆઈઆર (FIR) દાખલ કરી અને પોલીસ હાલમાં મામલાની તપાસ કરી રહી છે.